'Salaar'નો દુનિયાભરમાં ધમાકો, રિલીઝના 18માં દિવસે જ તોડ્યો 'ગદર 2'નો રેકોર્ડ, જાણો કુલ કલેક્શન
Image Source: Twitter
મુંબઈ, તા. 09 જાન્યુઆરી 2024 મંગળવાર
પ્રશાંત નીલના ડાયરેક્શનમાં બનેલી અને પ્રભાસ સ્ટારર 'સાલાર પાર્ટ 1: સીઝફાયર'એ દેશ અને સમગ્ર દુનિયામાં શાનદાર પરફોર્મ કર્યું છે અને આ સાથે તેણે ખૂબ કમાણી પણ કરી છે. આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી સાઉથ ફિલ્મો પૈકીની એક બની ચૂકી છે. જોકે રિલીઝના ત્રીજા અઠવાડિયામાં ફિલ્મની કમાણી ઓછી થઈ છે તેમ છતાં સાલારે રિલીઝના 18માં દિવસે વર્લ્ડવાઈડ સની દેઓલની બ્લોકબસ્ટર ફિલ્મ ગદર 2 નો રેકોર્ડ તોડ્યો છે.
18માં દિવસે સાલારે ઘરેલૂ બોક્સ ઓફિસ પર આ ફિલ્મોને પછાડી
પ્રભાસ અને પૃથ્વીરાજ સુકુમારન સ્ટારર ફિલ્મ સાલાર વર્ષ 2023ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની લિસ્ટમાં સામેલ થઈ ચૂકી છે. આ ફિલ્મનું નેટ ઘરેલૂ બોક્સ ઓફિસ કલેક્શન 395.5 કરોડ રૂપિયા છે. આ સાથે જ આ ફિલ્મ જેમ્સ કેમરુનની અવતાર: ધ વે ઓફ વોટર (391.4 કરોડ રૂપિયા) અને આમિર ખાનની દંગર (387.38 કરોડ રૂપિયા) ને પછાડતા ભારતમાં ટોપ 10 સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે.
18માં દિવસે સાલારે વર્લ્ડવાઈડ તોડ્યો ગદર 2નો રેકોર્ડ
વર્લ્ડવાઈડ પ્રભાસની ફિલ્મે રિલીઝના 18માં દિવસે 687.51 કરોડ રૂપિયાની કમાણીની સાથે સની દેઓલની વર્ષ 2023ની બ્લોકબસ્ટર ફિલ્મ ગદર 2 ને પછાડી દીધી છે. ગદર 2 એ વર્લ્ડવાઈડ 686 કરોડ રુપિયા કમાયા હતા. જોકે સાલારનું 2018માં રિલીઝ થયેલી રજનીકાંતની 2.0 (407 કરોડ)થી આગળ નીકળવુ મુશ્કેલ હશે કેમ કે આ અઠવાડિયે ઘણી નવી ફિલ્મો રિલીઝ થઈ રહી છે.
સાલારની કમાણીમાં અવરોધ બનશે આ અપકમિંગ ફિલ્મો
ત્રણ અઠવાડિયાથી પ્રભાસની સાલાર બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. આ ફિલ્મે શાહરૂખ ખાનની ડંકીને પણ માત આપી છે પરંતુ હવે એવુ લાગી રહ્યુ છે કે સાલારનો આગળનો રસ્તો મુશ્કેલ થવાનો છે. જોકે આ સંક્રાંતિ પર ઘણી નવી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. જેમાં મહેશ બાબુની ગુંટૂર કરમ, વેંકટેશની સૈંધવ, પ્રશાંત વર્માની હનુમાન અને રવિ તેજાની ર્ઈગલ સામેલ છે. આટલી ફિલ્મોના ઓપ્શન વચ્ચે સાલાર માટે બોક્સ ઓફિસ પર ટકી રહેવુ મોટો પડકાર હશે.