'SALAAR'ને મળી ન્યૂ યર ગિફ્ટ! આટલા કરોડને પાર થયું પ્રભાસની ફિલ્મનું કલેક્શન, જાણો આંકડા

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
'SALAAR'ને મળી ન્યૂ યર ગિફ્ટ! આટલા કરોડને પાર થયું પ્રભાસની ફિલ્મનું કલેક્શન, જાણો આંકડા 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 01 જાન્યુઆરી 2024 સોમવાર

સાઉથ સુપરસ્ટાર અને પેન ઈન્ડિયા એક્ટર પ્રભાસની ફિલ્મ સાલાર બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. ફિલ્મ ગયા વર્ષે 22 ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મને રિલીઝ થયે 11 દિવસ થઈ ચૂક્યા છે અને આ 11 દિવસોમાં ફિલ્મે ઘરેલૂ બોક્સ ઓફિસ પર 350 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મ વર્લ્ડવાઈડ પણ 600 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. નવા વર્ષના અવસરે પણ સાલારે બોક્સ ઓફિસ પર દબદબો બનાવ્યો છે અને તાબડતોડ કમાણી પણ કરી રહી છે.

રિપોર્ટ અનુસાર સાલારે 10 માં દિવસે 15.2 કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી હતી. હવે 11 માં દિવસના શરૂઆતી આંકડા સામે આવી ગયા છે જે અનુસાર ફિલ્મે અત્યાર સુધી 6.36 કરોડ રૂપિયા (બપોરે 3 વાગ્યા સુધી) કમાઈ લીધી છે. આ સાથે સાલારે ઘરેલૂ બોક્સ ઓફિસ પર 350 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને કુલ 351.73 કરોડ રૂપિયા કમાઈ લીધા છે.

સાલારનું અત્યાર સુધીનું કલેક્શન

Day 1 90.7 કરોડ

Day 2 56.35 કરોડ

Day 3 62.05 કરોડ

Day 4 42.50 કરોડ

Day 5 24.9 કરોડ

Day 6 15.6 કરોડ

Day 7 12.1 કરોડ

Day 8 9.62 કરોડ

Day 9 12.55 કરોડ

Day 10 15.2 કરોડ

Day 11 6.36 કરોડ (શરૂઆતના આંકડા)

કુલ 351.73 કરોડ

સાલારની સ્ટારકાસ્ટ

પ્રશાંત નીલના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ સાલાર બે મિત્રોની મિત્રતા પર આધારિત ફિલ્મ છે. આ ખાનસારની કહાની જણાવે છે કે જ્યાં લોકો ગાદી પર બેસવા માટે મારામારી પર ઉતરી આવે છે. તેમનું એક પોતાનું બંધારણ પણ છે જેનું નામ નિબંધમ છે. પ્રભાસ સ્ટારર આ ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારનએ પણ લીડ રોલ નિભાવ્યો છે. શ્રુતિ હાસન, શ્રેયા રેડ્ડી અને ર્ઈશ્વરી રાવ પણ ફિલ્મનો મુખ્ય ભાગ છે.


Google NewsGoogle News