Get The App

'સાલાર' પહોંચી 370 કરોડને પાર, બોક્સ ઓફિસ પર છપ્પર ફાડ કમાણી કરી, જાણો 15માં દિવસનું કલેક્શન

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
'સાલાર' પહોંચી 370 કરોડને પાર, બોક્સ ઓફિસ પર છપ્પર ફાડ કમાણી કરી, જાણો 15માં દિવસનું કલેક્શન 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 05 જાન્યુઆરી 2024 શુક્રવાર

ડાયરેક્ટર પ્રશાંત નીલની ફિલ્મ સાલાર બોક્સ ઓફિસ પર દરરોજ કરોડોનું કલેક્શન કરી રહી છે. સાલાર 22 ડિસેમ્બરે ડંકીના એક દિવસ બાદ રિલીઝ થઈ હતી. ફિલ્મે રિલીઝ થતા જ રેકોર્ડ તોડવાનું શરૂ કરી દીધુ. દરમિયાન ફિલ્મે પોતાની ઓપનિંગ પર 90 કરોડથી વધુનું કલેક્શન કર્યું હતુ અને વર્ષ 2023ની સૌથી મોટી ઓપનરનો રેકોર્ડ પોતાના નામે કર્યો. બે અઠવાડિયામાં ફિલ્મે 300 કરોડથી ઉપરનું કલેક્શન કરી લીધુ છે.

આ રીતે થઈ શરૂઆત

પ્રભાસની સાલાર દર્શકોનું દિલ જીતવામાં સફળ રહી છે અને આ સાથે આ ફિલ્મને જોવા માટે થિયેટર્સમાં 15માં દિવસે પણ દર્શકો પહોંચી રહ્યા છે. ફિલ્મે 90 કરોડથી વધુનું કલેક્શન કરીને વર્ષ 2023ની સૌથી મોટી ઓપનર થવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. જે બાદ ફિલ્મનું પહેલા અઠવાડિયાનું કલેક્શન 308 કરોડ રૂપિયા રહ્યુ. 

સાલારની 15 માં દિવસની કમાણી

પ્રભાસની ફિલ્મ સાલાર પોતાની રિલીઝના 15માં દિવસે 0.52 કરોડનું કલેક્શન કરી શકે છે. આ આંકડામાં પરિવર્તન થઈ શકે છે. જે બાદ ફિલ્મનું કુલ કલેક્શન લગભગ 378.69 કરોડ સુધી પહોંચી જશે.

ફિલ્મ સાલારની સ્ટોરી

સાલાર કાલ્પનિક ડાયસ્ટોપિયન શહેર-રાજ્ય ખાનસાર પર આધારિત છે. ફિલ્મ એક આદિવાસી દેવા (પ્રભાસ) અને ખાનસારના રાજકુમાર વરધા (પૃથ્વીરાજ સુકુમારન) ની વચ્ચે મિત્રતાની કહાની છે જે કોઈ ઘટનાના કારણે દુશ્મન બની જાય છે. ફિલ્મમાં શ્રુતિ હાસન, ર્ઈશ્વરી રાવ, જગપતિ બાબુ અને શ્રિયા રેડ્ડીએ પણ મહત્વનો રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મ 22 ડિસેમ્બરે તેલુગુ, કન્નડ, તમિલ, મલયાલમ અને હિંદીમાં રિલીઝ થઈ હતી.


Google NewsGoogle News