'Salaar' ની બોક્સ ઓફિસ પર ધૂમ, સોમવારે ચોથા દિવસે જ રૂ. 250 કરોડનો આંકડો પાર

દર્શકોમાં ફિલ્મ સાલાર-2 નો ઉત્સાહ ખૂબ સારો જોવા મળી રહ્યો છે

સાલારે દુનિયાભરમાં 400 કરોડથી વધુની કમાણી કરી

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
'Salaar' ની બોક્સ ઓફિસ પર ધૂમ, સોમવારે ચોથા દિવસે જ રૂ. 250 કરોડનો આંકડો પાર 1 - image
Image Twitter 

તા. 26 ડિસેમ્બર 2023, મંગળવાર

Salaar Box Office Collection Day 4: પ્રભાસ અને પૃથ્વીરાજ સુકુમારની ફિલ્મ 'સાલાર પાર્ટ -2 સીઝફાયર' થિયેટરોમાં રિલીઝ થયાના પહેલા જ દિવસે શાનદાર પરફોર્મન્સ કર્યું છે. દર્શકોમાં ફિલ્મ 'સાલાર-2' નો ઉત્સાહ ખૂબ સારો જોવા મળી રહ્યો છે, જેના કારણે ફિલ્મ જોરદાર નોટો છાપી રહી છે. આવો જાણીએ કે પ્રભાસની ફિલ્મે સતત ચોથા દિવસે કેટલા કરોડનું કલેક્શન કર્યું છે. 

'સાલાર' રિલીઝના ચોથા દિવસે કર્યું કરોડોનું કલેક્શન

'સાલાર' 22 ડિસેમ્બરે તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ અને હિન્દી એમ પાંચ ભાષામાં રિલીઝ થઈ હતી. ફિલ્મ કેશ રજિસ્ટરમાં ધૂમ મચાવી રહી છે. હજુ ગયા અઠવાડિયે 'સાલાર' સિનેમાઘરોમાં આવી છે, ત્યારથી આ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મની કમાણી વિશે વાત કરીએ તો તેણે 90.7 કરોડનું કલેક્શન સાથે શાનદાર ઓપનિંગ કર્યું હતું. આમ વર્ષની સૌથી મોટી ઓપનર રેકોર્ડ પણ તેના નામે કરશે. આ ફિલ્મનું કલેક્શન બીજા અને ત્રીજા દિવસે અનુક્રમે 56.35 કરોડ અને 62.05 કરોડ રહ્યું હતું. હવે ફિલ્મને રિલીઝના ચોથા દિવસે એટલે કે સોમવારે રૂ. 42.50  કરોડનું કલેક્શન કર્યું છે. આમ આ ફિલ્મે રિલીઝના ચાર જ દિવસોમાં રૂ. 251.60 કરોડની કમાણી કરી છે.

સાલારે દુનિયાભરમાં 400 કરોડથી વધારેની કમાણી કરી 

‘સાલાર’ દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ધૂમ મચાવી છે. આ ફિલ્મને ગ્લોબલ બોક્સ ઓફિસ પર હજુ માત્ર ત્રણ દિવસ થયા છે અને તેમાં રૂ. 400 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને હજુ તે મજબૂત રીતે આગળ વધી રહી છે. મેકર્સે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી કે આ ફિલ્મે ત્રણ દિવસમાં રૂ. 402 કરોડની કમાણી કરી છે. 



Google NewsGoogle News