સૈફ હુમલા પછી પહેલીવાર ભારે સિક્યુરિટી વચ્ચે બહાર નીકળ્યો
- સૈફ અને કરીના સાથે ઈબ્રાહિમનાં ઘરે ગયાં
- મુંબઈ પોલીસ અગાઉ જ સૈફ-કરીનાને સિક્યુરિટી આપવાની જાહેરાત કરી ચૂકી છે
મુંબઇ : સૈફ અલી ખાન હુમલાની ઘટના બાદ હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે પહોંચ્યા પછી પહેલીવાર ઘરની બહાર નીકળ્યો હતો. તેની સાથે બહુ ગાઢ સિક્યુરિટી બંદોબસ્ત જોવા મળ્યો હતો.
સૈફ રવિવારે પ્રથમ વખત પત્ની કરીના કપૂર સાથે બાંદરાના ઘરમાંથી કડક સુરક્ષા સાથે બહાર નીકળી પુત્ર ઈબ્રાહિમના ઘરે પહોંચ્યો હતો. સૈફ બહાર નીકળીને કારમાં બેઠો ત્યાં સુધી તેની ચોમેર સિક્યુરિટી જવાનો હાજર રહ્યા હતા. બાદમાં એક સિક્યુરિટી કારે તેને સતત કવર પણ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ સુધી સૈફ અને કરીનાને પોલીસ પ્રોટેક્શન અપાશે તેવું અગાઉ જ મુંબઈ પોલીસ જણાવી ચૂકી છે. આ ઉપરાંત એક્ટર રોનિત રોયની સિક્યુરિટી એજન્સી પણ સૈફે હાયર કરી હોવાનું કહેવાય છે.