Get The App

VIDEO: સૈફ-કરીનાએ તૈમૂર અને જેહનો ફોટો ખેંચવા પર પ્રતિબંધ મૂક્યો, ઘરની બાલ્કનીમાં પણ ફેન્સિંગ કરાવ્યું

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News
VIDEO: સૈફ-કરીનાએ તૈમૂર અને જેહનો ફોટો ખેંચવા પર પ્રતિબંધ મૂક્યો, ઘરની બાલ્કનીમાં પણ ફેન્સિંગ કરાવ્યું 1 - image


Saif-Kareena On Clicking Taimur-Jeh: સૈફ અલી ખાન અને કરીના કપૂરના બાળકો તૈમુર અને જેહના ફોટા અને વીડિયો ન લે તેના માટે પાપારાઝી ઘણીવાર ઘરની બહાર ઉભા રહેતા હોય છે. ચાહકો પણ તૈમૂર અને જેહના ફોટા જોવા માટે રાહ જોતા હોય છે. ઘરની બહાર તૈમૂર અને જેહના સુંદર ફોટા પાડવાથી લઈને તેમની મસ્તી સુધી ઘણી બધી તસવીરો થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી. પરંતુ હવે ચાહકોને દરરોજ તૈમૂર અને જેહની તસવીરો જોવા મળશે નહીં.

આ પણ વાંચો : જાણીતા એક્ટરની 14 વર્ષ નાની પત્નીનો કિસ કરવા ઈનકાર, લગ્ન માટે જ મૂકી હતી શરત!

દંપતીએ સુરક્ષાના ભાગ રુપે કડક પગલાં લીધાં

હકીકતમાં આ પહેલા સૈફ અને કરીનાને તૈમૂર અને જેહના ફોટા લેવામાં કોઈ પ્રોબલેમ નહોતો. તેમણે ક્યારેય પાપારાઝીને તેમના બાળકોના ફોટા લેવાની ના પાડી ન હતી. પરંતુ સૈફ પર થયેલા હુમલા બાદ હવે આ દંપતીએ સુરક્ષાના ભાગ રુપે આ કડક પગલાં લીધાં છે. સૈફ અને કરીનાની ટીમે પાપારાઝીઓને અપીલ કરી છે કે, પહેલાની જેમ તેઓ હવે દિવસ-રાત તેમના ઘરની બહાર ઉભા રહીને તૈમૂર અને જેહના ફોટા પાડવા અને વીડિયો લેવાની કોશિશ ન કરે. 

કોઈપણ સંજોગોમાં ન લેવો જોઈએ તૈમૂર-જેહનો ફોટો

સૈફ-કરીનાની ટીમે ગત 28 જાન્યુઆરીની સાંજે પાપારાઝી માટે કેમેરાની બહાર બ્રીફિંગનું આયોજન કર્યું હતું. આ બ્રીફિંગમાં પાપારાઝી અને મીડિયાને વિનંતી કરી હતી કે, તાજેતરના સૈફ થયેલા જીવલેણ હુમલાને ધ્યાનમાં લઈને તેઓ હવે પહેલાની જેમ સૈફ, કરીના, તૈમૂર અને જેહના ફોટા પાડવા માટે ઘરની બહાર ઊભા ન રહે. બ્રીફિંગમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, સૈફ અને કરીના માટે તૈમૂર અને જેહની સલામતી સૌથી વધુ પ્રાથમિકતા છે. ટીમ દ્વારા કહેવામાં આવ્યું છે કે, જ્યારે પણ સૈફ અને કરીના તરફથી ફોટો પડાવવાની તક મળશે, ત્યારે પાપારાઝીને તેની જાણ કરવામાં આવશે, પરંતુ તેમ છતાં તૈમૂર અને જેહની તસવીરો કેમેરામાં કેદ ન થવી જોઈએ.

આ પણ વાંચો : મહાકુંભમાં સર્જાયેલી નાસભાગમાં એક ગુજરાતી શ્રદ્ધાળુ સહિત 30 મોત, 25ની ઓળખ થઈ

ઘરની બાલ્કની કરી સુરક્ષિત

તાજેતરમાં સૈફ પર થયેલા હુમલા બાદ સૈફ અલી ખાને તેમના સતગુરુ શરણ એપાર્ટમેન્ટમાં પણ સુરક્ષા વધારી દીધી છે. આ ઉપરાંત તેમના ઘરની બાલ્કનીને પણ સુરક્ષિત કરી દીધી છે.


Google NewsGoogle News