Get The App

25 વર્ષ પહેલા અકસ્માતમાં ઘાયલ થયો હતો સૈફ અલી ખાન, માથામાં આવ્યા હતા 100 ટાંકા

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
25 વર્ષ પહેલા અકસ્માતમાં ઘાયલ થયો હતો સૈફ અલી ખાન, માથામાં આવ્યા હતા 100 ટાંકા 1 - image


Image: Facebook

Saif Ali Khan Injury: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલાએ દેશને ચોંકાવી દીધો છે. એક તરફ મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં તેની સર્જરી થઈ તો બીજી તરફ પોલીસ મામલાની તપાસ કરવામાં લાગી ગઈ છે. આ દરમિયાન ઘણી અપડેટ્સ સામે આવી રહી છે પરંતુ સૈફની 25 વર્ષ જૂની ફિલ્મ 'ક્યા કહેના' થી જોડાયેલો એક કિસ્સો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેનો અકસ્માત થઈ ગયો હતો અને તેમને માથા પર 100 ટાંકા આવ્યા હતા. તેની વાઈફ અમૃતા સિંહે નહીં પરંતુ પ્રીતિ ઝિંટાએ મેડિક્લેમ સાઈન કર્યો હતો. વર્ષ 2000માં રિલીઝ થયેલી મૂવી 'ક્યા કહેના' ને એક બોલ્ડ ફિલ્મ તરીકે વખાણાઈ હતી, જેણે સામાજિક માનદંડોને તોડવાનો પ્રયત્ન કર્યો હતો.  

સ્ટંટ દરમિયાન સૈફના માથા પર ઈજા પહોંચી હતી

ફિલ્મમાં સૈફ અલી ખાને એક એવા વ્યક્તિનું પાત્ર નિભાવ્યું હતું જે એક યુવતી બાદ બીજી યુવતીને દિલ આપી બેસે છે. તે પોતાની બાઈકથી એક ખડકથી બીજા ખડક પર કૂદકો મારતો હતો. આવા જ એક સ્ટંટ દરમિયાન સૈફને ભયાનક ઈજા પહોંચી હતી અને તેને ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. બાદમાં સૈફને 100 થી વધુ ટાંકા આવ્યા અને તેણે આ દુર્ઘટનાને ડરામણી અને અત્યાર સુધીની સૌથી ખરાબ ઘટના ગણાવી હતી.

બાઈકને જમ્પ કરાવવાની પ્રેક્ટિસ કરી હતી

વર્ષ 2004માં સૈફ અલી ખાન અને પ્રીતિ ઝિન્ટા 'કોફી વિથ કરણ' ની પહેલી સિઝનમાં આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે તે ક્યા કહેના બાદ નિકટના મિત્રો બની ગયા. આ ફિલ્મના સેટ પર સૈફ ની સાથે થયેલી ભયાનક દુર્ઘટના બાદ થયુ હતું. આ ઘટનાને યાદ કરતાં સૈફ અલી ખાને કહ્યું, 'મે દરરોજ જુહૂ બીચ પર રેમ્પ પર મોટરસાઈકલ જમ્પની પ્રેક્ટિસ કરી. અમે આ સીકવન્સના શૂટિંગ માટે ખંડાલા ગયા હતા અને ત્યાં વરસાદ પડી રહ્યો હતો, કીચડ હતો. આ તે પ્રકારની જમીન નહોતી.'

પ્રીતિને ઈમ્પ્રેસ કરી રહ્યો હતો!

સૈફે મજાકમાં કહ્યું કે 'હું આ સીક્વન્સ દ્વારા પ્રીતિને ઈમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મે વિચાર્યું હું તેને ઈમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરું છું. પહેલી વખત તો ઠીક હતું પરંતુ હું જુસ્સાથી તેને બીજી વખત કરવા ઈચ્છતો હતો. રેમ્પ પર પહોંચ્યા પહેલા જ બાઈક લપસી ગયું અને હું ઉડી ગયો. આ મેદાનની વચ્ચે એક ખડક હતો અને હું ખૂબ ઝડપથી લગભગ 30 વખત ગગડ્યો અને પછી જોરથી તે ખડક સાથે ટકરાયો. મને કંઈક ભીનું લાગ્યું, ખૂબ ખૂન વહી રહ્યું હતું, મને ઈજા પહોંચી હતી. અમે હોસ્પિટલ ગયા અને જ્યારે મારે ટાંકા લેવા પડ્યાં તો હું ફ્રેંકસ્ટીન (ફિક્શનલ મોન્સ્ટર કેરેક્ટર) જેવો દેખાઈ રહ્યો હતો.' પ્રીતિએ કહ્યું કે 'અમે એક પ્લાસ્ટિક સર્જનની વ્યવસ્થા કરી શકીએ છીએ અને બધું જ વ્યવસ્થિત કરી દીધું.'

આ પણ વાંચો: હુમલા બાદ સૈફ અલી લોહીલુહાણ હતો, કાર પણ તૈયાર નહોતી તો રીક્ષામાં લઈને ગયો ઈબ્રાહીમ

સૈફ સાથે માત્ર પ્રીતિ જ હતી, તે ગભરાઈ ગઈ હતી

માત્ર પ્રીતિ જ સૈફની સાથે હતી કેમ કે એક્ટરની વાઈફ (હવે એક્સ) અમૃતા સિંહ શહેરથી બહાર હતી અને તેની સારવાર ચાલી રહી હતી. પ્રીતિએ તે સમય યાદ કરતાં કહ્યું, 'હું એકલી યુવતી છું, જે જાણું છું કે સૈફના મગજમાં શું ચાલી રહ્યું છે. આખરે હું અને માત્ર તે જ હતો. તેની વાઈફ શહેરમાં નહોતી. તેનો મિત્ર ફોન પર ગેરવર્તન કરી રહ્યો હતો, કેમ કે તેને લાગ્યું કે આ મજાક છે. ડાયરેક્ટર ખૂબ બિમાર થઈ ગયા અને તેમને જવું પડ્યું. મને મેડિકલ ફોર્મ પર સાઈન કરવા માટે કહેવામાં આવ્યું. હું ગભરાઈ ગઈ કેમ કે સૈફના માથા પર મોટો ઘા હતો અને કોઈ એલિયનની જેમ નજર આવી રહ્યો હતો. તે થોડો બેભાન હતો. હું વિચારતી રહી શું થશે જો તે મરી ગયો તો?

એક્ટર હવે જોખમથી બહાર છે

લીલાવતી હોસ્પિટલના સીઈઓએ નિવેદનમાં કહ્યું કે 'એક્ટરને ચપ્પાના છ ઘા વાગ્યા હતાં, જેમાંથી બે વધુ ઊંડા હતા. તેની સર્જરી થઈ. રિપોર્ટ્સમાં જણાવાઈ રહ્યું છે કે 3 ઈંચની તીક્ષ્ણ વસ્તુને ઓપરેટ કરીને બહાર કાઢવામાં આવી. હવે તે જોખમથી બહાર છે અને સર્જરી થઈ ગઈ છે.


Google NewsGoogle News