Get The App

'આદિપુરુષ'ના પ્રમોશનમાંથી સૈફ અલી ખાનને પડતો મૂકાયો

Updated: Apr 27th, 2023


Google News
Google News
'આદિપુરુષ'ના પ્રમોશનમાંથી સૈફ અલી ખાનને પડતો મૂકાયો 1 - image


- સમગ્ર ફોક્સ પ્રભાસ પર જ કરવામાં આવશે

- ટીઝર વખતે સૈફના લૂકથી નેગેટિવ પબ્લિસિટી સર્જાતાં દાઝેલા સર્જકોનો ફેંસલો

મુંબઇ : પ્રભાસ અને કૃતિ સેનનની આગામી ફિલ્મ 'આદિપુરુષ'ના પ્રમોશનમાં થી સૈફ અલી ખાનની બાદબાકી કરી દેવામાં આવી છે. સમગ્ર પ્રમોશન માત્ર પ્રભાસ પર જ ફોક્સ કરાશે. 

અગાઉ ફિલ્મનું ટીઝર રીલીઝ થયું ત્યારે સૈફ અલી ખાનનો રાવણ તરીકેનો લૂક કોઈ પૌરાણિક ભારતીય પાત્ર જેવો નહિ પરંતુ મધ્યયુગીન મોગલ આક્રમણખોર શાસક જેવો વધારે હોવાની ટીકાઓ થઈ હતી. 

ભારે વિવાદને પગલે ફિલ્મની રીલીઝ પાછી ઠેલવામાં આવી હતી અને વીએફએક્સ વગેરેમાં ફેરફારો કરાયા હતા. જોકે, સૈફનો લૂક કેટલો બદલી શકાયો છે તે એક સવાલ છે. 

આથી, હવે સૈફના નામે કોઈ વિવાદ ન થાય એટલે સૈફને સમગ્ર પ્રમોશનથી દૂર જ રાખવાનો નિર્ણય લેવાયો છે. સૈફના નામે સોશિયલ મીડિયા કેમ્પેઈન પણ નહિ થાય કે તેને પ્રમોશન ઈવેન્ટસમાં બોલાવાશે પણ નહિ. 

Tags :
Saif-Ali-KhanAdipurush

Google News
Google News