Get The App

હુમલાખોરને છોડવા તૈયાર નહોતો સૈફ, કરીનાએ પોલીસને હુમલાની રાતની આખી વાત જણાવી

Updated: Apr 12th, 2025

GS TEAM


Google News
Google News
Saif Ali Khan Attack Case


Saif Ali Khan Attack Case: 16 જાન્યુઆરીની સવારે સમાચાર આવ્યા કે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર તેમના બાંદ્રા સ્થિત ઘરમાં કોઈએ છરી વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ એક્ટરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસે આ મામલાની  તાત્કાલિક કાર્યવાહી કરીને કેસ નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. થોડા દિવસો પછી, લૂંટના આરોપમાં આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામની થાણેથી ધરપકડ કરવામાં આવી. હવે પોલીસે બાંદ્રા કોર્ટમાં 1613 થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.

જેહની આયા ચીસો પાડતી રૂમમાંથી બહાર આવી

આ ચાર્જશીટમાં પોલીસે ઘણા ખુલાસા કર્યા છે અને તેમાં સૈફ અલી ખાનની પત્ની, એક્ટ્રેસ કરીના કપૂરનું નિવેદન પણ સામેલ છે, જેમાં અભિનેત્રીએ તે રાતની આખી ઘટના કહી છે. કરીનાએ જણાવ્યું કે, 'જે દિવસે આ ઘટના ઘટી તે દિવસે હું મારી ફ્રેન્ડ રિયા કપૂરને મળીને 1:20 વાગ્યે ઘરે પાછી આવી હતી. લગભગ 2 વાગ્યે, જેહની આયા ચીસો પાડતી રૂમમાંથી બહાર આવી. તેણીએ કહ્યું કે એક માણસ છરી લઈને રૂમમાં ઘૂસ્યો હતો. તે પૈસાની માંગણી કરી રહ્યો છે. આ સાંભળીને, હું અને સૈફ તરત જ જેહના રૂમમાં દોડી ગયા, અમે ત્યાં આરોપીને જોયો.'

સૈફે હુમલાખોરને પકડવાનો પ્રયાસ કર્યો

આ ઘટના અંગે કરીના કપૂરે વધુમાં જણાવ્યું હતું કે, 'સૈફ અલી ખાને ચોરને પૂછ્યું કે તે કોણ છે? તારે શું જોઈએ છે? આ પછી સૈફ અને હુમલાખોર વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ. સૈફે તેને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે સૈફની ગરદન, પીઠ અને હાથ પર હુમલો કર્યો. પછી બીજી આયા, ગીતા, મદદ કરવા આવી, પરંતુ હુમલાખોરે તેના પર પણ હુમલો કર્યો. જેના કારણે તેના હાથમાં ઈજા થઈ હતી.'

હું બાળકોને લઈને 12માં માળે દોડી ગઈ: કરીના કપૂર 

કરીના કપૂરે જણાવ્યું કે, 'જ્યારે હુમલાખોરે સૈફ પર હુમલો કર્યો ત્યારે મેં જોરથી બૂમો પાડી... જેહબાબાને જલ્દી બહાર કાઢો... આ પછી હું ઝડપથી જેહ, તૈમૂર અને આયા અલીમ્મા સાથે 12મા માળે એક રૂમમાં દોડી ગઈ. થોડી વાર પછી સૈફ પણ તે રૂમમાં આવ્યો. મેં જોયું કે સૈફના કપડાં લોહીથી લથપથ હતા. એટલું જ નહીં, તેની પીઠ અને ગરદન પર ઊંડા ઘા હતા. આ જોઈને બધા ડરી ગયા.'

આ પણ વાંચો: અક્ષય કુમારે નકારેલી નાગઝિલા ફિલ્મમાં કાર્તિક ગોઠવાઈ ગયો

સૈફ હુમલાખોરને છોડવા તૈયાર નહતો

કરીનાએ પોતાના નિવેદનમાં આગળ કહ્યું, 'સૈફ હુમલાખોરને બધે શોધી રહ્યો હતો, ત્યારબાદ અમારા નોકર હરી, રામુ, રમેશ અને પાસવાન મદદ માટે આવ્યા. અમે બધાએ હુમલાખોરને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ અમને તે ક્યાંય મળ્યો નહીં. તે સમયે સૈફની સારવાર વધુ મહત્ત્વપૂર્ણ હોવાથી, મેં કહ્યું કે આ બધું છોડી દો, પહેલા નીચે જાઓ, ચાલો હોસ્પિટલ જઈએ. આ પછી, અમે બધા જીવ બચાવવા માટે લિફ્ટમાંથી નીચે ઉતર્યા.'

હરિ સૈફને ઓટો-રિક્ષામાં લીલાવતી હોસ્પિટલ લઈ ગયો, તૈમૂર પણ તેની સાથે હતો. બાદમાં, મેં મદદ માટે મારી બહેન કરિશ્મા કપૂર અને મેનેજર પૂનમ દમાનિયાનો સંપર્ક કર્યો. મારા મેનેજરના પતિ તેજસ દમણિયાએ પોલીસને જાણ કરી. અધિકારીઓ પહોંચ્યા અને ઘરની તપાસ કરી પરંતુ હુમલાખોરનો કોઈ પત્તો લાગ્યો નહીં.'

હુમલાખોરને છોડવા તૈયાર નહોતો સૈફ, કરીનાએ પોલીસને હુમલાની રાતની આખી વાત જણાવી 2 - image

Tags :