Get The App

સૈફ અલી ખાનને વારસામાં નહોતો મળ્યો પટૌડી મહેલ, 800 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો

Updated: Jan 23rd, 2025


Google News
Google News
સૈફ અલી ખાનને વારસામાં નહોતો મળ્યો પટૌડી મહેલ, 800 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો 1 - image


Saif Ali Khan Had To Buy Pataudi Palace: હાલમાં સૈફ અલી ખાન એક તરફ પોતાના પર થયેલા હુમલાને કારણે ચર્ચામાં છે, તો બીજી તરફ  15 હજાર કરોડ રૂપિયાની તેમની પૈતૃક સંપત્તિને કારણે પણ ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભોપાલમાં સૈફના પિતા મન્સૂર અલી ખાન પટૌડી અને તેમના પરિવારની આ સંપત્તિ પર સરકાર કબજો કરી શકે છે. ભોપાલ રિયાસતની આ સંપત્તિ પર 2015થી સ્ટે હતો, જે હવે સમાપ્ત થઈ ચૂક્યો છે. ભલે સૈફ પોતાની પૈતૃક સંપત્તિ ગુમાવી દેશે પરંતુ તે હજુ પણ પટૌડી પેલેસનો માલિક છે અને રહેશે. ઘણા લોકોનું એવું માનવું છે કે સૈફને આ મહેલ વારસામાં મળ્યો છે, પરંતુ એવું નથી. આ વારસા વાળા પટૌડી પેલેસને પાછો મેળવવા માટે સૈફને 800 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. આની આખી સ્ટોરી શું છે તે ખુદ સૈફ અલી ખાને જ એક ઇન્ટરવ્યૂમાં જણાવી હતી.

સૈફ અલી ખાનને વારસામાં નહોતો મળ્યો પટૌડી મહેલ

સૈફ અલી ખાન પટૌડી ખાનદાનનો 10મો નવાબ છે. આ કારણે ઘણા લોકો માને છે કે સૈફને બધી સંપત્તિ અને પટૌડી મહેલ કોઈ પણ મહેનત વિના વારસામાં મળ્યો છે. પરંતુ આ સત્ય નથી. વાસ્તવમાં પટૌડી પેલેસને 2000ના દાયકાની શરુઆતમાં હેરિટેજ હોટેલમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યો હતો. તે નીમરાના હોટેલ્સ પાસે ભાડા પર હતો. વર્ષ 2005થી આ પટૌડી પેલેસને એક વૈભવી હોટલ તરીકે ચલાવવાનું શરુ કર્યું. પટૌડી પેલેસ ડેસ્ટિનેશન વેડિંગ્સ અને હાઇ-પ્રોફાઇલ વેડિંગ્સ માટે એક ફેવરિટ સ્પોટ બની ગયો. વર્ષ 2014 સુધી તે હોટલની જેમ કાર્યરત રહ્યો. 

પિતાના મૃત્યુ પછી પેલેસ પાછો લેવાનો નિર્ણય

પરંતુ સૈફે પોતાના પિતા મન્સૂર અલી ખાન પટૌડીના મૃત્યુ પછી પટૌડી પેલેસ પાછો લેવાનો નિર્ણય કર્યો. તેમના પિતાનું 2011માં અવસાન થયું હતું. ત્યારબાદ પટૌડી પેલેસનો કાયદેસર વારસદાર સૈફ અલી ખાન હતો. પરંતુ તેને ખબર પડી કે તે ભાડે આપેલો છે અને તેને પાછો મેળવવા માટે મારે પૈસા ચૂકવવા પડશે. પણ આ રકમ નાની ન હતી.

આ પણ વાંચો: ભોપાલને યુરોપ જેવું બનાવવાનું સપનું હતું સૈફની પરનાની બેગમ સુલતાનજહાંનું, 30 વર્ષ શાસન કર્યું

800 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો પટૌડી પેલેસ

એક ઇન્ટરવ્યૂમાં સૈફ અલી ખાને કહ્યું હતું કે, મારા પિતાના મૃત્યુ પછી પટૌડી પેલેસ નીમરાના હોટેલ્સને ભાડે આપવામાં આવ્યો હતો. તેની દેખરેખ અમન નાથ અને ફ્રાન્સિસ કરી રહ્યા હતા. જ્યારે ફ્રાન્સિસનું અવસાન થયું ત્યારે અમન નાથે મને કહ્યું કે જો મારે મહેલ પાછો મેળવવો હોય તો મારે ઘણા પૈસા ચૂકવવા પડશે. જ્યારે મેં તેમને કહ્યું કે, મને મહેલ પાછો જોઈએ છે, ત્યારે તેમણે એક કોન્ફરન્સ યોજી અને કહ્યું કે, ઠીક છે, તો તમારે અમને ઘણા પૈસા ચૂકવવા પડશે અને પછી હું તે પૈસા પહેલા કમાયો. પટૌડી પેલેસ પાછો ખરીદવા માટે મેં ઘણી ફિલ્મો અને શો કર્યા અને જે કંઈ પણ કમાણી થતી હતી તે બધી ભેગી કરી. ત્યારબાદ આખરે મેં નીમરાના હોટેલ્સ પાસેથી 800 કરોડ રૂપિયામાં પટૌડી પેલેસ પાછો ખરીદ્યો. પટૌડી પેલેસ મારા પિતાએ ભાડે આપ્યો હતો અને મારા દાદી તેની વિરુદ્ધ હતી કારણ કે તે ઐતિહાસિક હતો. 

સૈફ અલી ખાન પટૌડી પેલેસનો માલિક

પરંતુ હવે મહેલ સૈફ પાસે પાછો આવી ગયો છે અને તે તેનો માલિક છે. તેની બંને બહેનોનો આના પર કોઈ અધિકાર નથી. સૈફે કહ્યું હતું કે, મારા દાદા-દાદી અને પિતા મન્સૂર અલી ખાન પટૌડીને પણ આ મહેલમાં દફનાવવામાં આવ્યા છે. આ તેમનું ઘર છે.

Tags :
Saif-Ali-KhanPataudi-PalaceNeemrana-Hotels

Google News
Google News