Get The App

'મારે એક કરોડ રૂપિયા જોઈએ...', સૈફ મામલે FIRની કોપી આવી સામે, હાઉસકીપરને બનાવી હતી બંધક

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
'મારે એક કરોડ રૂપિયા જોઈએ...', સૈફ મામલે FIRની કોપી આવી સામે, હાઉસકીપરને બનાવી હતી બંધક 1 - image


Saif Ali Khan Knife Attack: બુધવારે (15 જાન્યુઆરી, 2025) મોડી રાત્રે બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલો થયો હતો. ત્યારે આ મામલે મુંબઈ પોલીસે આજે (16 જાન્યુઆરી, 2025) ફરિયાદ નોંધી છે. હવે આ બે પાનાની FIRની નકલ સામે આવી છે, જેમાં કેટલાક મોટા ખુલાસા થયા છે. આ મુજબ, રાત્રે લગભગ 2 વાગ્યે હુમલાખોર તૈમૂર અને જહાંગીરના રૂમમાં દાખલ થયો હતો. આરોપીએ સૈફ કે કરીનાને નહીં પરંતુ હાઉસકીપરને બંધક બનાવી હતી. આરોપીએ હુમલા દરમિયાન 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. બૂમાબૂમ સાંભળીને સૈફ-કરીના ત્યાં દોડી આવ્યા હતા. હુમલાખોરે સૈફ પાસે કંઈ માંગ્યું ન હતું. સૈફે આરોપી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે સૈફ અલી ખાન પર પર હુમલો કર્યો. આ દરમિયાન તેણે સૈફ પર 6 વખત તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. જણાવી દઈએ કે, હાલ એક્ટર લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સૈફ પર હુમલો કરનારા પર હત્યાના પ્રયાસનો કેસ 

સૈફ પર હુમલો કરનારા આરોપી પર BNSની કલમ 109 હેઠળ હત્યાના પ્રયાસનો કેસ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ટ્રેસ પાસિંગની કલમો પણ કેસમાં સામેલ કરાઈ છે. PTIના અનુસાર, સૈફ અલી ખાનના સ્ટાફે અજાણ્યા ઘૂસણખોર વિરૂદ્ધ પોલીસમાં હત્યાના પ્રયાસ અને ઘૂસણખોરીની ફરિયાદ નોંધાવી છે.

આરોપીએ 1 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી

આ મુજબ, સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિએ 1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જ્યારે આરોપીને સૈફ અલી ખાનના ઘરે પૂછવામાં આવ્યું કે તેને શું જોઈએ છે, ત્યારે તેણે (આરોપી) કહ્યું કે તેને પૈસા જોઈએ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમને કેટલા પૈસા જોઈએ છે, ત્યારે તેમણે કહ્યું કે, 1 કરોડ રૂપિયા. FIR મુજબ, આરોપીએ નોકરાણી સાથે ઝપાઝપી કરી. જેમાં નોકરાણીના બંને હાથ પર ઈજાઓ થઈ હતી.

● FIRના મહત્ત્વના મુદ્દા

'હું સૈફ અલી ખાનના ઘરે 4 વર્ષથી કામ કરી રહી છું'

ફરિયાદમાં સૈફ અલી ખાનની સ્ટાફ એલિયામા ફિલિપે કહ્યું, 'હું છેલ્લા 4 વર્ષથી અભિનેતા સૈફ અલી ખાનના ઘરે સ્ટાફ નર્સ તરીકે કામ કરી રહી છું. સૈફ અલી ખાનનો પરિવાર 11મા માળે અને 12મા માળે રહે છે. 11મા માળે 3 રૂમ છે અને તેમાંથી એકમાં સૈફ સર અને કરીના મેડમ રહે છે. તૈમૂર બીજા રૂમમાં રહે છે. આ ઉપરાંત, ગીતા તૈમૂરના રૂમમાં એક નર્સ છે જે તૈમૂરની સંભાળ રાખે છે. હું જહાંગીરનું ધ્યાન રાખું છું.

'હું રાત્રે ઊભી થઈ તો મને પડછાયો દેખાયો'

હું રાત્રે અંદાજિત 2 વાગ્યે અવાજ સાંભળીને જાગી ગઈ. હું ઊંઘમાંથી જાગીને બેસી ગઈ. પછી મેં જોયું કે રૂમમાં બાથરૂમનો દરવાજો ખુલ્લો હતો અને બાથરૂમની લાઈટ ચાલુ હતી. પછી હું એ વિચારીને ફરી સૂઈ ગઈ કે કરીના મેડમ કદાચ જય બાબાને મળવા આવ્યા હશે. પણ પછી મને ખ્યાલ આવ્યો કે કંઈક ગડબડ છે. તેથી હું ફરી ઊભી થઈને બેસી ગઈ. મને પડછાયો દેખાયો.

ત્યારબાદ તે બાથરૂમમાંથી નિકળ્યો અને મારી તરફ આવ્યો અને મને ચૂપ રહેવા કહ્યું. તેણે ધમકી આપતા કહ્યું કે કોઈ અવાજ નહીં, કોઈ બહાર નહીં જાય. હું ફરીથી જેહને લેવા ગઈ, અને તે મારી તરફ દોડ્યો. તેના હાથમાં હેક્સા બ્લેડ હતી. તેના ડાબા હાથમાં લાકડા જેવું કંઈક હતું.

'તેણે મારા અને સૈફ અલી ખાન પર હુમલો કર્યો'

ઝપાઝપી દરમિયાન તેણે હેક્સા બ્લેડથી મારા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે મેં મારા હાથ આગળ કરીને હુમલાથી બચવાનો પ્રયાસ કર્યો, ત્યારે મારા બંને હાથના કાંડા પાસે અને ડાબા હાથની વચ્ચે બ્લેડથી ઈજા પહોંચી. તે સમયે મેં તેને પૂછ્યું "તમને શું જોઈએ છે" તો તેણે કહ્યું "પૈસા" મેં પૂછ્યું "કેટલા." પછી તેણે અંગ્રેજીમાં કહ્યું, "એક કરોડ."

આ સમય દરમિયાન હોબાળો મચી ગયો. અવાજ સાંભળીને સૈફ સર અને કરીના મેડમ દોડીને રૂમમાં આવ્યા. આ પછી તેણે સૈફ અલી ખાન પર પણ હુમલા કરી દીધા.

'સૈફ સર તેનાથી મને છોડાવવામાં સફળ રહ્યા'

પછી સૈફ સર તેનાથી મને છોડાવવામાં સફળ રહ્યા અને અમે બધા રૂમની બહાર દોડી ગયા અને દરવાજો બંધ કરી દીધો. પછી અમે બધા ઉપરના માળના રૂમમાં પહોંચ્યા. ત્યાં સુધીમાં અમારો અવાજ સાંભળીને રમેશ, હરિ, રામુ અને પાસવાન આવ્યા, જેઓ સ્ટાફ રૂમમાં સૂતા હતા. જ્યારે અમે તેને રૂમમાં પરત લઈ ગયા, ત્યારે રૂમનો દરવાજો ખુલ્લો હતો. ત્યાં સુધીમાં તે ભાગી ગયો હતો.

સૈફ સરને ગરદનના પાછળના ભાગમાં, જમણા ખભા પાસે, પીઠની ડાબી બાજુ અને કાંડા અને કોણી પાસે ઈજાઓ થઈ હતી અને તેમાંથી લોહી નીકળતું હતું.

આ પણ વાંચો: હુમલા બાદ સૈફ અલી લોહીલુહાણ હતો, કાર પણ તૈયાર નહોતી તો રીક્ષામાં લઈને ગયો ઈબ્રાહીમ

આરોપી સીસીટીવી ફૂટેજમાં કેદ થયો

આ દરમિયાન, આરોપી સીસીટીવી ફૂટેજમાં કેદ થયો છે. આ તસવીર છઠ્ઠા માળની છે, જ્યારે તે હુમલા પછી 12મા માળેથી ભાગી રહ્યો હતો. સૈફ અલી ખાન 12મા માળે રહે છે, જ્યાં રાત્રે લગભગ 2.30 વાગ્યે તેમના પર હુમલો થયો હતો.

'મારે એક કરોડ રૂપિયા જોઈએ...', સૈફ મામલે FIRની કોપી આવી સામે, હાઉસકીપરને બનાવી હતી બંધક 2 - image

તેઓ હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. તેમની હાલત સ્થિર છે. ડૉક્ટરે કહ્યું કે, 'તેમના પર છ વાર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. તેમને કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ છે.'

આ પણ વાંચો: 25 વર્ષ પહેલા અકસ્માતમાં ઘાયલ થયો હતો સૈફ અલી ખાન, માથામાં આવ્યા હતા 100 ટાંકા

Dump ડેટાના આધારે થઈ આરોપીની ઓળખ

જે સમયે હુમલો થયો તે સમયે એરિયાના ડંપ ડેટા પોલીસે શોધી કાઢ્યા. જેમાં પોલીસને જાણવા મળ્યું કે, કયા કયા મોબાઈલ નેટવર્ક તે સમયે તે એરિયામાં એક્ટિવ હતા. તેના આધાર પર પોલીસે આરોપીની ઓળખ કરી છે. પોલીસ સૂત્રોના અનુસાર, સૈફ અલી ખાનના ઘરે ચોરી અને હુમલો કરનારો વ્યક્તિ હિસ્ટ્રી શીટર હોઈ શકે છે. જે પ્રકારની આ ઘટના બની છે, તેની મોડ્સ ઓપરેન્ડી જોઈને હુમલાખોર પર પહેલા પણ આ પ્રકારના કેસ દાખલ થઈ ચૂક્યા છે. કોઈ શાતિર અને રિઢો આરોપ જ આવી ઘટનાને અંજામ આપી શકે છે, એવું પોલીસનું માનવું છે.

'મારે એક કરોડ રૂપિયા જોઈએ...', સૈફ મામલે FIRની કોપી આવી સામે, હાઉસકીપરને બનાવી હતી બંધક 3 - image


Google NewsGoogle News