સૈફ અલી ખાન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, બીજા ઘરમાં શિફ્ટ થવાની તૈયારી, સુરક્ષા પણ વધારાઈ
Saif Ali Khan Attack Case: બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનને હવે લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. છ દિવસ સુધી ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ રહ્યા બાદ, સૈફ અલી ખાન ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે. અભિનેતાની તબિયતમાં સુધારો જોઈને ડોક્ટરોએ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે. તેમને લેવા માટે કરીના કપૂર ખાન તેના પતિ સૈફને લેવા હોસ્પિટલ પહોંચ્યા છે. અહેવાલો અનુસાર, સૈફ અલી ખાનને બીજા ઘરમાં શિફ્ટ કરાશે અને તેમની સુરક્ષા વધારો કરી દેવામાં આવ્યો છે.
આરોપીના 19 ફિંગરપ્રિન્ટ મળ્યા
સૈફ અલી ખાન પર થયેલાં હુમલાના આરોપી મહોમ્મદ શરીફુલ ઇસ્લામ શહેઝાદ સાથે પોલીસ પૂછપરછ કરી રહી છે. આરોપીને લઈને મુંબઈ પોલીસ સૈફ અલી ખાનના ઘરે પહોંચી હતી. જ્યાં હુમલાના દિવસે બનેલી ઘટનાને રિક્રિએટ કરવામાં આવી હતી. આ દરમિયાન મુંબઈ પોલીસને ઘટનાસ્થળેથી શરીફુલના 19 ફિંગરપ્રિન્ટ મળ્યા છે.
આ પણ વાંચો: બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ ધરપકડ વૉરંટ, ભ્રામક જાહેરખબરો કર્યાનો આરોપ
સૈફ અલી ખાન પર હુમલો
ગુરૂવારે (16મી જાન્યુઆરી) મોડી રાત્રે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો કરવામાં આવ્યો હતો. બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં ચોરીના ઈરાદાથી ઘરમાં ઘૂસેલા શરીફુલે એક્ટર પર હુમલો કર્યો હતો.