સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી મળી રજા કહ્યું; સર્જરી ન થઇ હોત તો હું મારો હાથ ગુમાવી દેત
નવી દિલ્હી,તા. 23 જાન્યુઆરી 2024, મંગળવાર
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનને 22 જાન્યુઆરી કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પટૌડી પરિવારના નવાબ સૈફ અલી ખાન 'દેવરા'ના શૂટિંગ દરમિયાન ઘાયલ થયા હતા. જેથી તેમની એક્ટરની ઘૂંટણ અને ખભામાં ફ્રેક્ચર થયું હતુ.
એક્ટરને લઇને એક અપડેટ સામે આવી છે, હવે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને સૈફ અલી ખાન હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યો છે. સૈફની કેટલીક લેટેસ્ટ તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
એક્ટરે તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે તેને ફક્ત તેના હાથમાં ઈજા થઈ છે. તેની પીઠ કે ખભા પર કોઈ સર્જરી થઈ નથી.
એક્ટરે પહેલા તે આ ઈજાને હળવાશથી લીધી, પરંતુ જેમ જેમ દુખાવો વધતો ગયો તેમ તેમ તેમને સમજાયું કે આ ખતરનાક હોઈ શકે છે. સૈફે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે, આ ઈજાને કારણે તેણે એક હાથ ગુમાવવો પડત.
હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ અભિનેતાએ પોતાની સર્જરી વિશે વાત કરી હતી. સૈફે કહ્યું કે, મને મારા ટ્રાઈસેપ પર ઈજા થઈ છે. મને ઘણા સમયથી તેમાં દુખાવો થતો હતો. આ દર્દ ક્યારેક ઓછું તો ક્યારેક વધારે થતું, પણ ક્યારેક ખૂબ જ દુખાવો થતો હતો.
અભિનેતાએ કહ્યું કે, મને ખરેખર ખબર નહોતી કે આ ઈજા આટલી ગંભીર હશે. ફિલ્મ 'દેવારા' માટે એક્શન સિક્વન્સ કરતી વખતે હું ખરાબ રીતે ઘાયલ થયો હતો. મેં વિચાર્યું કે, બધું ઓકે છે.
સૈફ અલી ખાને કહ્યું કે, એકવાર જ્યારે હું વર્કઆઉટ કરી રહ્યો હતો ત્યારે દુખાવો વધી ગયો હતો, પરંતુ પછીથી તે ઠીક પણ થઈ ગયો હતો. પરંતુ ધીમે ધીમે દુખાવો ઝડપથી વધવા લાગ્યો. તેથી મેં એમઆરઆઈ કરાવવાનું વિચાર્યું. જ્યારે MRIનો રિપોર્ટ આવ્યો ત્યારે જાણવા મળ્યું કે, ટ્રાઈસેપ ટેંડર ખરાબ રીતે ફાટી ગયું હતું.
જ્યારે સર્જીકલ પ્રોસીજર શરૂ થઈ, ત્યારે સમજાયું કે, સર્જરીની જરૂર છે કારણ કે જ્યાં ઈજા થઈ છે તે કટ ઘણો મોટો હતો. જો આ સર્જરી સમયસર ન થઈ હોત તો તેણે એક હાથ ગુમાવવો પડત.
સૈફ અલી ખાનના વર્ક ફ્ટ્ન્યની વાત કરીએ તો ફિલ્મ 'દેવરા' ને લઇને તે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે જુનિયર એનટીઆર અને જ્હાન્વી કપૂર જોવા મળશે. જોકે, ઈજા બાદ સૈફ એક મહિનાની રજા પર છે.
આ પણ વાંચો: એક્ટર સૈફ અલી ખાન હોસ્પિટલમાં દાખલ: ઘૂંટણ અને ખભામાં ફ્રેક્ચર