Get The App

સૈફ અલી ખાન કેસમાં નવો વળાંક, ખોટા વ્યક્તિની થઈ ધરપકડ? બાંગ્લાદેશી શકમંદના ફિંગર પ્રિન્ટ મેચ ન થયા

Updated: Jan 26th, 2025


Google News
Google News
સૈફ અલી ખાન કેસમાં નવો વળાંક, ખોટા વ્યક્તિની થઈ ધરપકડ? બાંગ્લાદેશી શકમંદના ફિંગર પ્રિન્ટ મેચ ન થયા 1 - image


Saif Ali Khan Attack Case : બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થવાના કેસમાં નવો ખુલાસો થયો છે. મુંબઈ પોલીસે હુમલાના આરોપમાં બાંગ્લાદેશી નાગરિક શરીફુલ ઈસ્લામ શહજાદની ધરપકડ કર્યા બાદ એવા અહેવાલ સામે આવ્યા છે કે, ક્રાઈમ સીન પરના નિશાન સાથે તેના ફિંગરપ્રિન્ટ મેચ થયા નથી. રાજ્યની સીઆઈડીએ શહજાદના ફ્રિંગર પ્રિન્ટ સેમ્પલનો નેગેટિવ રિપોર્ટ સબમીટ કર્યો છે. આ રિપોર્ટ મુંબઈ પોલીસ માટે ઝટકા સમાન છે અને સવાલો થઈ રહ્યા છે કે, અસલી હુમલાખોર શરીફુલ ઈસ્લામ છે કે કોઈ અન્ય?

પોલીસે ખોટા વ્યક્તિની ધરપકડ કરી?

16 જાન્યુઆરીએ સૈફ અલી ખાન પર હુમલો થયો હતો, તેના 72 કલાક બાદ પોલીસે શરીફુલ ઈસ્લામની ધકપકડ કરી હતી. પોલીસે દાવો કર્યો છે કે, તે ચોરી કરવાના ઈરાદે સૈફના ઘરમાં ઘુસ્યો હતો અને પછી અભિનેતા પર ચાકુથી હુમલો કર્યો. મીડિયા રિપોર્ટ મુજબ, ક્રાઈમ સીન પરથી જે ફિંગરપ્રિન્ટ્સ લેવાયા હતા, તે આરોપી સાથે મેચ થયા નથી. જેથી હવે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે, શું પોલીસે કોઈ ખોટા વ્યક્તિની ધરપકડ કરી છે?

10માંથી એક પણ નિશાન સાથે ફિંગરપ્રિન્ટ મેચ ન થયા

સૂત્રોના ટાંકીને રિપોર્ટમાં કહેવાયું છે કે, શરીફુલ ઈસ્લામના 10 ફિંગરપ્રિન્ટ સીઆઈડી ઓફિસમાં મોકલવામાં આવ્યા હતા. સીઆઈડીએ એક સિસ્ટમ જનરેટેડ રિપોર્ટથી પુષ્ટિ કરી છે કે, ક્રાઈમ સીન પરથી લેવાયેલા 19 ફિંગરપ્રિન્ટમાંથી કોઈપણ આરોપીના ફિંગર પ્રિન્ટ સાથે મેચ થયા નથી. એવું કહેવાય છે કે, પુણેના સીઆઈડી સુપ્રીન્ટેન્ડેન્ટને શુક્રવારે રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા બનાવાયેલો ચહેરાની ઓળખનો રિપોર્ટ તપાસ હેઠળ છે. સૈફની બિલ્ડિંગમાંથી બહાર નીકળેલા વ્યક્તિનો CCTV ફુટેજ પણ અસ્પષ્ટ જોવા મળી રહ્યું હતું.

આ પણ વાંચો : સૈફ અલી ખાન કેસમાં પકડાયેલો હુમલાખોર અસલી કે નકલી? ઉઠી રહ્યા છે આ 5 સવાલ

મુંબઈ પોલીસની બે ટીમ પશ્ચિમ બંગાળ પહોંચી

બીજીતરફ એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે, મુંબઈ પોલીસની બે સભ્યોની ટીમ પશ્ચિમ બંગાળ પહોંચી છે. વાસ્તવમાં ધરપકડ કરાયેલા આરોપીએ સિમ કાર્ડ ખરીદવા માટે પશ્ચિમ બંગાળના એક વ્યક્તિના આધાર કાર્ડનો ઉપયોગ કર્યો હતો, જેની તપાસ કરવા મુંબઈ પોલીસ પશ્ચિમ બંગાળમાં પહોંચી છે. 

એક કરતાં વધુ વ્યક્તિ સામેલ છે?

મુંબઈ પોલીસને આ કેસમાં એકથી વધુ વ્યક્તિઓ સંડોવાયેલા હોવાની આશંકા છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, સૈફ પર હુમલાના દિવસે ઘરમાં હાજર સ્ટાફ સહિત તમામના લોહીના નમૂના લેવામાં આવ્યા છે અને તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબમાં ટેસ્ટિંગ માટે મોકલ્યા છે. 19 જાન્યુઆરીએ પોલીસે થાણે શહેરમાંથી બાંગ્લાદેશી નાગરિક શરીફુલ ઈસ્લામ શહઝાદ મોહમ્મદ રોહિલ્લા અમીન ફકીરની ધરપકડ કરી હતી. શુક્રવારે કોર્ટે તેની પોલીસ કસ્ટડી 29 જાન્યુઆરી સુધી લંબાવી હતી. અધિકારીએ કહ્યું કે, આરોપી તપાસ ટીમને સહકાર આપી રહ્યો નથી અને તેણે ગુનામાં વપરાયેલ હથિયાર ક્યાંથી ખરીદ્યું હતું તેનો હજુ સુધી ખુલાસો કર્યો નથી.

આ પણ વાંચો : સૈફ અલી ખાન તો નાચવા લાગ્યા, ખરેખર ચપ્પુ વાગ્યું પણ હતું કે નહીં?: ભાજપના મંત્રીનો સવાલ

Tags :
Saif-Ali-KhanShariful-IslamMumbai-Police

Google News
Google News