Get The App

સૈફ પર હુમલાના કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, પશ્ચિમ બંગાળમાંથી મહિલાની કરી ધરપકડ

Updated: Jan 27th, 2025


Google News
Google News
સૈફ પર હુમલાના કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, પશ્ચિમ બંગાળમાંથી મહિલાની કરી ધરપકડ 1 - image


Saif Ali Khan Attack Case : બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીએ જીવલેણ હુમલો થયા બાદ રોજબરોજ નવા નવા ચોંકાનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ જ ક્રમમાં પશ્ચિમ બંગાળ પહોંચેલી મુંબઈ પોલીસની બે ટીમોએ તપાસ દરમિયાન નાદિયામાંથી એક મહિલાની ધરપકડ કરી છે. 

નદિયામાંથી મહિલાની ધરપકડ

સૂત્રોના જણાવ્યા મુજબ, તપાસમાં સામે આવ્યું છે કે, મુંબઈમાં ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી નાગરિક જે સિમકાર્ડનો ઉપયોગ કરે છે, તે મહિલાના નામે રજીસ્ટર્ડ છે. તેથી પોલીસે પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં તપાસ અભિયાન હાથ ધરી મહિલાની ધરપકડ કરી છે.

મહિલા ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી નાગરિકની પરિચિત

પશ્ચિમ બંગાળ પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મુંબઈ પોલીસે નદિયા જિલ્લાના છપરામાંથી એક મહિલાને પકડી પાડી છે. પોલીસ તેને મુંબઈ લઈ જવા માટે ટ્રાન્જિટ રિમાન્ડની અરજી કરી શકે છે. મહિલાનું નામ ખુખુમોની જહાંગીર શેખ છે અને તે ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી શરીફુલ ફકીરને ઓળખે છે.

આ પણ વાંચો : હોસ્પિટલ જવામાં બે કલાક લાગ્યા? 12માં માળે કઈ રીતે પહોંચ્યો ચોર? સૈફ અલી ખાન કેસમાં ઉઠી રહ્યા છે 6 ગંભીર સવાલ

બાંગ્લાદેશી ભારતમાં ઘૂસ્યા બાદ મહિલાના પરિચયમાં આવ્યો

સૂત્રોના જણાવ્યા મુજબ ફકીર સિલીગુડી પાસેની ભારત-બાંગ્લાદેશ સરહદમાંથી ગેરકાયદે પ્રવેશી ભારતમાં ઘૂસ્યો હતો અને તે મહિલના સંપર્કમાં આવ્યો હતો.  મહિલા પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના અંદુલિયાની રહેવાસી છે.

ઉલ્લેખનીય છે કે, 15મી જાન્યુઆરીની મોડી રાત્રે, મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સતગુરુ શરણના 12મા માળે સ્થિત અભિનેતા સૈફ અલી ખાનના નિવાસસ્થાને લૂંટના પ્રયાસ દરમિયાન એક વ્યક્તિએ તેમના પર છ વખત છરીથી હુમલો કર્યો હતો. ત્યારબાદ અભિનેતાને સારવાર માટે લીલાવતી હોસ્પિટલ લઈ જવાયો હતો. સારવાર બાદ તેને 21 જાન્યુઆરીએ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. 

આ પણ વાંચો : 'મારું જીવન બરબાદ કરી નાખ્યું...', સૈફ પર હુમલા મામલે પકડાયેલા છત્તીસગઢના શંકાસ્પદનું દર્દ છલકાયું

Tags :
Saif-Ali-KhanMumbai-PoliceWest-Bengal

Google News
Google News