સૈફ અલી ખાને આ દેશમાં ખરીદ્યું બીજું ઘર, કહ્યું- સુરક્ષાન કારણે અહીં રહેવાનો અલગ જ અનુભવ
Image Source: Twitter
Saif Ali Khan luxuriouse new home: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાને કતારમાં એક આલીશાન ઘર ખરાદ્યું છે. પોતાની ઉપર ચપ્પુથી થયેલા હુમલાના લગભગ 3 મહિના બાદ નવું ઘર ખરીદીને સૈફ ખૂબ સુરક્ષિત અનુભવી રહ્યો છે.
સૈફ અલી ખાને આ દેશમાં ખરીદ્યું બીજું ઘર
આ વર્ષની શરૂઆતમાં જ સૈફ અલી ખાન પર જીવલેણ હુમલો થયો હતો. એક હુમલાખોરે મુંબઈમાં સૈફના ઘરમાં ઘૂસીને તેના પર ચપ્પુથી અનેક વાર હુમલો કર્યો હતો. આ કેસ કોર્ટમાં છે અને તાજેતરમાં પોલીસે 1000 પાનાની ચાર્જશીટ દરમિયાન ઘણા ખુલાસા પણ કર્યા છે. આ ઘટના પછી, ઘણી ચર્ચાઓ પણ થઈ કે લોકો આખરે કેટલા સુરક્ષિત છે? આ વચ્ચે હવે સૈફ અલી ખાન તરફથી એક સારા સમાચાર આવ્યા છે. એક્ટરે કતારમાં એક આલીશાન ઘર ખરીદ્યું છે. તમને જણાવી દઈએ કે સૈફ પાસે પહેલાથી જ પોતાનો પટૌડી પેલેસ અને મુંબઈના પોશ એરિયામાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ પણ છે.
સુરક્ષાન કારણે અહીં રહેવાનો અલગ જ અનુભવ
તમને જણાવી દઈએ કે, સૈફનું આ નવું ઘર કતારના સેન્ટ રેજીસ માર્સા અરેબિયા આઈલેન્ડ-ધ પર્લમાં સ્થિત ધ રેસિડેન્સમાં આવેલું છે. મુંબઈમાં એક ઈવેન્ટ દરમિયાન સૈફે પોતાના નવા ઘરની જાણકારી આપી. નવા ઘર વિશે વાત કરતાં સૈફે કહ્યું કે, 'ઘણા અર્થમાં મારું આ ઘર એકદમ યોગ્ય છે. ઘરથી દૂર આ ઘરમાં હું સુરક્ષિત અનુભવી રહ્યો છું. તે વધારે દૂર નથી. તમે અહીં સરળતાથી પહોંચી શકો છો. સૌથી મોટી વાત એ છે કે તે ખૂબ જ સુરક્ષિત છે. ત્યાં રહેવાનો અનુભવ અલગ જ છે.'
આ પણ વાંચો: હુમલાખોરને છોડવા તૈયાર નહોતો સૈફ, કરીનાએ પોલીસને હુમલાની રાતની આખી વાત જણાવી
હુમલા બાદ માંડ-માંડ બચ્યો હતો સૈફ અલી ખાન
તમને જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરીમાં સૈફ અલી ખાન પર જીવલેણ હુમલો થયો હતો. સૈફને શરીરમાંથી છરીનો ટુકડો કાઢવા માટે સર્જરી પણ કરાવવી પડી. એક્ટર પર થયેલા આ હુમલા બાદ સેલેબ્સમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો સૈફની ફિલ્મ 'જ્વેલ થીફ'ની સ્ટ્રીમિંગ આ અઠવાડિયે જ નેટફ્લિક્સ પર શરૂ કરી દેવામાં આવશે.