સૈફ અલી ખાન પર હુમલા મામલે એક શંકાસ્પદ પકડાયો, મુંબઈ પોલીસ પૂછપરછ માટે લઈ ગઇ
Saif Ali Khan Knife Attack: સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીની રાત્રે હુમલો થયો હતો. સૈફ-કરીનાના ઘરમાં એક અજાણ્યો વ્યક્તિ ચોરીના ઇરાદે ઘૂસ્યો હતો. સૈફ અલી ખાન પર હુમલા મામલે એક શંકાસ્પદ પકડાયો, જેને મુંબઈ પોલીસ પૂછપરછ માટે લઈ ગઇ છે. મુંબઈ ડીસીપીનું કહેવું છે કે વ્યક્તિને હમણાં જ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે. તેના પર ઘરફોડ ચોરીનો આરોપ છે. તેની સામે હાઉસ બ્રેકીંગના કેસ નોંધાયેલા છે અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
હુમલાખોરે છરી વડે અભિનેતા પર છ વાર કર્યા હતા
અભિનેતાને હુમલાખોરે છરી વડે અભિનેતા પર છ વાર કર્યા હતા. તેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં અભિનેતાની સર્જરી કરવામાં આવી હતી. હવે તે ખતરાની બહાર છે. આરોપીઓને પકડવા માટે પોલીસની 20 ટીમો બનાવવામાં આવી હતી. દરેક ટીમને અલગ-અલગ કાર્ય સોંપવામાં આવ્યું હતું.
સૈફના સ્ટાફના પણ નિવેદનો નોંધવામાં આવ્યા હતા
સૈફ અલી ખાન તે બિલ્ડિંગના 12મા માળે રહે છે. સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે પોલીસે હુમલાખોરની શોધ શરૂ કરી હતી. તપાસ અધિકારીઓનું માનવું છે કે હુમલાખોરે સૈફના ઘરેથી ભાગતા પહેલા તેના કપડા બદલ્યા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સૈફના ઘરે 56 વર્ષની સ્ટાફ નર્સ પણ હાજર હતી. તેનું નામ એલિયામા ફિલિપ છે. તે ફરિયાદી પણ છે. આ ઘટનામાં તેને પણ બ્લેડથી ઈજા થઈ હતી. પોલીસે નર્સ ફિલિપ, ઘરમાં કામ કરતા સ્ટાફ, બિલ્ડિંગના ગાર્ડ અને અન્ય લોકોના નિવેદન નોંધ્યા છે.