સૈફ અલી ખાન નવી થ્રીલર ફિલ્મમાં અંધ નાયકના રોલમાં

Updated: May 10th, 2024


Google NewsGoogle News
સૈફ અલી ખાન નવી થ્રીલર ફિલ્મમાં અંધ નાયકના રોલમાં 1 - image


- પ્રિયદર્શને સૈફને પડકારરૂપ રોલ ઓફર કર્યો

- ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ, આગામી જુલાઈથી શૂટિંગ શરૂ થાય તેવી ધારણા

મુંબઇ : દિગ્દર્શક પ્રિયદર્શને પોતાની આગામી ફિલ્મના પ્રજ્ઞાાચક્ષુના રોલ માટે સૈફ અલી ખાનનો સંપર્ક કર્યો છે. સૈફ અલી ખાને પણ આ ફિલ્મમાં કામ કરવા માટે રૂચિ દેખાડી છે. જોકે બન્નેની વાતચીત હજી પ્રથમ ચરણમાં છે અને બધુ સમૂસુથરું પાર પડશે તો આ ફિલ્મનું શૂટિંગ જુલાઇ-ઓગસ્ટ મહિનામાં શરૂ કરવામાં આવશે. આ એક થ્રિલર ફિલ્મ હોવાનું કહેવાય છે. 

ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, આ ફિલ્મને ૪૦ દિવસના સતત શૂટિંગ સાથે જુલાઇ મહિનામાં શરૂ કરવાની યોજના છે. 

ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર છે અને હવે સ્ટાર કાસ્ટ તેમજ પ્રોડકશન હાઉસને શૂટિંગ માટે જગ્યા ફાળવવાનું બાકી છે. આવનારા પંદર દિવસમાં આ ફિલ્મ વિશે અન્ય ઘણી બાબતો ફાઈનલ કરી દેવામાં આવશે. ફિલ્મની બાકીની કાસ્ટ તથા અન્ય વિગતો પણ હવે પછી જાહેર કરાશે. 

જો સૈફ અલી ખાન અને પ્રિયદર્શન બન્ને ફિલ્મમાં સાથે કામ કરવા રાજી થશે તોઅભિનેતાની પ્રજ્ઞાાચક્ષુના રોલની આ પ્રથમ ફિલ્મ હશે. 


Google NewsGoogle News