Get The App

સઈ તામ્હણકરનો ઘટસ્ફોટ: તે ગજનીના સહકલાકાર આમિરખાન સાથે લગ્ન કરવા માગતી હતી

Updated: Mar 12th, 2022


Google NewsGoogle News
સઈ તામ્હણકરનો ઘટસ્ફોટ: તે ગજનીના સહકલાકાર આમિરખાન સાથે લગ્ન કરવા માગતી હતી 1 - image


- સઈએ સુભાષ ઘાઈની બ્લેક એન્ડ વ્હાઈટથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી 

નવી દિલ્હી, તા. 12 માર્ચ 2022, શનિવાર 

લોકપ્રિય મરાઠી અભિનેત્રી સઈ તામ્હણકરે ગયા વર્ષે રિલીઝ થયેલ કૃતિ સેનોનની ફિલ્મ મિમીની સાથે બોલિવુડમાં પોતાનું નામ બનાવ્યું છે. ઘણા લોકો નથી જાણતા પરંતુ સાઈ  આમિર ખાનની ગજની ફિલ્મનો પણ એક ભાગ હતી. પિંકવિલાના એક ઈન્ટરવ્યુંમાં અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે, તે પોતાના સહકલાકારની સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. વુમન અપ શ્રેણીના પ્રકાશન સાથે વાત કરતી વખતે, તેણીએ આ ફિલ્મમાં કેવી રીતે ભૂમિકા ભજવી તેનો ખુલાસો કર્યો અને વ્યક્ત કર્યું કે, તે હજુ પણ ખાનની કટ્ટર ચાહક છે.

તેમણે જણાવ્યું કે, જ્યારે કાસ્ટિંગ ડિરેક્ટરે તેમને કહ્યું કે, આ ફિલ્મના હિરો આમિર ખાન છે તો તે તરત જ ઓફર પર કૂદી પડી કારણ કે, તે કોલેજ સમયથી અભિનેતાની કટ્ટર ચાહક હતી અને તે હજુ પણ છે.

તેમણે યાદ કરતા જણાવ્યું કે, હું મારી માતાને કહેતી હતી કે, હું આમિરખાન સાથે લગ્ન કરવા માગુ છું અને હું જ્યારે મોટી થઈ જઈશ પછી તેમની સાથે લગ્ન કરીશ. સઈએ સુભાષ ઘાઈની બ્લેક એન્ડ વ્હાઈટથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 



Google NewsGoogle News