સીતાના રોલ માટે શાકાહારી બન્યાની અફવાથી સાઈ પલ્લવી નારાજ
- અફવા ફેલાવનારા સામે કાનૂની કેસની ચિમકી
- સાઈ પલ્લવી પહેલેથી શાકાહારી છે, ખાસ ફિલ્મ માટે જ માંસાહાર છોડયાની વાત ખોટી
મુંબઇ : સાઉથની હિરોઈન સાઈ પલ્લવીએ રણબીર કપૂરની 'રામાયણ' ફિલ્મમાં સીતાના રોલ માટે માંસાહાર છોડયાના અહેવાલો ચર્ચામાં હતા.
જોકે, આ અફવાથી સાઈ પલ્લવી ભડકી છે. તેણે આવી અફવાઓ ફેલાવનારા સામે કાનૂની પગલાંની ચિમકી આપી છે.
અભિનેત્રી વાસ્તવિક જીવનમાં શાકાહારી જ છે. તેણે એક ઇન્ટરવ્યુ દરમિયાન પણ આ વાતનીપુષ્ટિ કરી હતી. તેણે કહ્યું હતું કે, કોઇ જીવને મૃત્યુ પામતો હું જોઇ શકતી નથી તેમજ આવું વિચારી પણ શકતી નથી.
સાઈ પલ્લવીએ લખ્યું હતું કે, ભૂતકાળમા પણ મારા માટે પાયાવિહોણી વાતો લખાઇ છે. મને સમજાતું નથી કે આવીઅફવાઓ કોણ ફેલાવે છે. પરંતુ હંમેશાથી ચૂપ રહી છું.પરંતુ આ વખતે હું ચલાવી લેવાની નથી. મારા માટે કોઇ પણ ખોટા જૂઠાણાઓ ચલાવશે તો હું તેમની સામે કાનૂની કાર્યવાહી કરીશ.