અફવા બંધ કરો, નહીંતર કેસ કરીશ: સીતાના રોલ માટે માંસાહાર છોડવાની વાતો પર ભડકી સાઈ પલ્લવી
Sai Pallavi: સાઉથ બ્યુટી અને સ્પષ્ટવક્તા અભિનેત્રી સાઈ પલ્લવી નિતેશ તિવારીની 'રામાયણ'માં રણબીર કપૂરની સામે સીતાની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. અગાઉ એવા અહેવાલ હતા કે અભિનેતાએ ફિલ્મ માટે માંસાહાર છોડી દીધો હતો. જો કે, તેણે હવે તે અહેવાલોને ફગાવી દીધા છે અને કોઈપણ વધુ અફવાઓ સામે કાનૂની કાર્યવાહીની ચેતવણી પણ આપી છે.
અફવાઓ સામે કાનૂની પગલાં લેવાની આપી ચેતવણી
બુધવારે, સાઈ પલ્લવીએ X પર એક લાંબી પોસ્ટ લખી અને રામાયણમાં સીતાની ભૂમિકા ભજવવા માટે તેણીના શાકાહારી બનવાના સમાચારની ટીકા કરી હતી. અભિનેત્રીએ લખ્યું હતું કે, 'મોટાભાગે, લગભગ દરેક વખતે, જ્યારે પણ હું જોઉં છું કે કોઈ પણ હેતુ વિના પાયાવિહોણી અફવાઓ/બનાવટી જૂઠ/ખોટા નિવેદનો ફેલાવવામાં આવે છે, પણ હું ચૂપ રહેવાનું પસંદ કરું છું પરંતુ હવે સમય આવી ગયો છે કે આ માટે મારે પ્રતિક્રિયા આપવી જોઈએ. આ સતત હમણાં સતત થઈ રહ્યું છે અને અટકતું નથી, ખાસ કરીને મારી ફિલ્મોની રિલીઝ/ઘોષણાઓ/મારી કારકિર્દીની યાદગાર ક્ષણો હોય. પરંતુ જો હવે હું કોઈ પ્રતિષ્ઠિત પેઇજ કે મીડિયા/વ્યક્તિગત રીતે આવા સમાચાર જોઈશ તો હું કાનૂની પગલાં લઇશ.'
માંસાહાર છોડવાની વાતો પર ભડકી સાઈ પલ્લવી
આ વાત ત્યારે સામે આવી જ્યારે એક તમિલ દૈનિકે લખ્યું હતું કે અભિનેત્રી રામાયણ ફિલ્મમાં માતા સિતાનું પાત્ર ભજવતી હોવાથી તેણે માંસાહાર છોડી દીધું છે. અખબારે એવો પણ દાવો કર્યો છે કે અભિનેત્રી તેના પ્રવાસ દરમિયાન પોતાની માત્ર શાકાહારી ખોરાક બનાવે તેવી રસોઈયાઓની ટીમ સાથે જ મુસાફરી કરે છે.
આ પણ વાંચો: અબજપતિ સિંગર સેલેના ગોમેઝે સગાઈ કરી, ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરી, જાણો કોણ છે મંગેતર?
સાઈ પલ્લવી હંમેશાથી શાકાહારી રહી છે
જો કે સાઈ પલ્લવી હંમેશાથી શાકાહારી રહી છે. અભિનેત્રીએ એક વખત એક ઈન્ટરવ્યુમાં પણ કહ્યું હતું કે, 'જો તમે ભોજનની વાત કરો છો, તો હું હંમેશાથી શાકાહારી જ છું. હું કોઈ જીવ મૃત્યુ પામે તે નથી જોઈ શકતી, તેમજ હું કોઈ વ્યક્તિને એવું વિચારીને પણ નુકસાન પહોંચાડી શકતી નથી કે તે આવા વર્તનને લાયક જ છે.'