ઇમરાન ખાનની પત્ની અવંતિકાના જીવનમાં સાહિબ સિંહ લામ્બાની એન્ટ્રી
- સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક તસવીરમાં સાહિબ સાથે પોઝ આપતી જોવા મળી
મુંબઇ : અભિનેતા ઇમરાન ખાન અને અવંતિકા મલિક છુટા થઇ ગયાના સમાચાર હતા. તેમના આઠ વરસના સંબંધનો અંત આવ્યો હતો. પરંતુ હવે લાગે છે કે, અવન્તિકાના જીવનમાં નવા પ્રેમની એન્ટ્રી થઇ ગઇ છે.
અવન્તિકાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે એક યુવકના ખભા પર હાથ મુકીન ેપોઝ આપતી ખુશખુશાલ જોવા મળી રહી છે. તેની આ તસવીરથી લોકો માની રહ્યા છે કે તેના જીવનમાં કોઇ યુવકની એન્ટ્રી થઇ ચુકી છે.
અવન્તિકાએ મુકેલા કોલાઝમાં તેની સાથે એકટર સાહિબ સિંહ લામ્બા જોવા મળી રહ્યો છે. તે એક યંગ એકટર છે અને પોતાના સ્થાન માટે સ્ટ્રગલ કરી રહ્યો છે. તેમની આ તસવીર જોઇને લોકો માની રહ્યા છે કે, બન્ને રિલેશનશિપમાં છે. ઘણા લોકોએ તો ટીપ્પણી પર કરી છે કે, તે શું ફરી પ્રેમમાં પડી છે ?
અવન્તિકાએ ડિસેમ્બર દરમિયાન સોશિયલ મીડિયા પર મુકેલી તસવીરોમાં ઇમરાન ખાન ગાયબ થયેલો જોવા મળ્યો હતો.અવન્તિકાનો પરિવાર અને તેની પુત્રીની તસવીરો જ જોવા મળી હતી.
અવન્તિકા અને ઇમરાનના લગ્ન ૨૦૧૧માં થયા હતા અને તેમને એક પુત્રી પણ છે. ૨૦૨૦માં અવન્તિકાએ ઇસ્ટાગ્રામ પર સેપેરેશનની જાણકારી આપી હતી.