Get The App

'ધ સાબરમતી રિપોર્ટ' ટીઝર : ગોધરા કાંડનો પર્દાફાશ કરશે વિક્રાંત મૈસી, ફિલ્મની ઝલકે દર્શકોને હચમચાવી દીધા

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
'ધ સાબરમતી રિપોર્ટ' ટીઝર : ગોધરા કાંડનો પર્દાફાશ કરશે વિક્રાંત મૈસી, ફિલ્મની ઝલકે દર્શકોને હચમચાવી દીધા 1 - image


The Sabarmati Report Teaser : વિક્રાંત મેસીને લીડ રોલવાળી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'નું બહુપ્રતિક્ષિત ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ 2002ની દુર્ઘટના આધારિત છે. જે ઘટનાએ દેશને હચમચાવી દીધો હતો. ટીઝર યથાસ્થિતિને પડકારે છે. અને એક દુર્ઘટનાની આસપાસની જટિલતાઓ અને સચ્ચાઈઓને પણ ઊંડાણપૂર્વક ઉજાગર કરે છે જેણે દેશની દિશા કાયમ માટે બદલી નાખી હતી. 

ગોધરાની ઘટનાનું રહસ્ય ખુલશે

'ધ સાબરમતી રિપોર્ટ' નું ટીઝર પ્રેક્ષકોને ભારતીય ઈતિહાસની સૌથી મહત્ત્વપૂર્ણ ક્ષણોમાંની એક આંખ ખોલનારી સફર પર લઈ જવાનું વચન આપે છે. તે 27 ફેબ્રુઆરી, 2002 ના રોજ સવારે ગુજરાતમાં ગોધરા રેલ્વે સ્ટેશન નજીક બનેલી સાબરમતી એક્સપ્રેસની ઘટના પાછળનું સત્ય ઉજાગર કરે છે. 'ધ સાબરમતી રિપોર્ટ'નું ટીઝર તે અંગે સવાલો ઉઠાવે છે કે, 2002માં ખરેખર શું બન્યું હતું.

આ પણ વાંચો : એવી વાતો ફેલાવવામાં આવી રહી છે કે મને લકવો છે : ટ્રોલર્સ પર ભડકી આલિયા ભટ્ટ, આપ્યો જડબાતોડ જવાબ

સત્ય ઘટના પર આધારિત છે આ ફિલ્મ

હકીકતમાં 27 ફેબ્રુઆરી, 2002ની સવારમાં એક ઘટના બની જેણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો અને ભારતીય ઇતિહાસને બદલી નાખ્યો. સાબરમતી એક્સપ્રેસમાં અચાનક આગ ફાટી નીકળી હતી, કે જેમાં અયોધ્યાથી પરત ફરી રહેલા 59 તીર્થયાત્રીઓ અને કાર સેવકોના મોત થયા હતા. ભારતીય ઈતિહાસ અને રાજકારણમાં આ એક નિર્ણાયક ક્ષણ હતી, જેમાં મોટા અને ખતરનાક પરિણામો સામે આવ્યા હતા. આ ઘટના પરથી પડદો ઉઠાવશે અને એ બધુ બતાવશે, જે દેશે અગાઉ ક્યારેય જોયું નથી.

સોશિયલ મીડિયા યુઝર્સે આપી પ્રતિક્રિયા 

કોમેન્ટ સેક્શનમાં ચાહકો ટીઝરની પ્રશંસા કરતા પણ જોવા મળ્યા છે. એક યુઝરે લખ્યું, 'છુપાયેલા સત્યને ઉજાગર કરો, ધ સાબરમતી રિપોર્ટ સાથે ચોંકાવનારી વાસ્તવિકતાનો અનુભવ કરો.' તો અન્ય એક યુઝરે લખ્યું કે, 'હમણાં જ સાબરમતી રિપોર્ટનું ટીઝર જોયું અને હું પહેલેથી જ મંત્રમુગ્ધ થઈ ગયો છું. આ ફિલ્મ ધમાકેદાર થવાની છે. તમારા કેલેન્ડરમાં તારીખને નોંધી લો.

આ પણ વાંચો : ધમાકેદાર પર્ફોર્મન્સ અને શાનદાર ટેલેન્ટ: ઈન્ડિયન આઈડલ સીઝન 15 ખાસ જોવા જેવો શો

'ધ સાબરમતી રિપોર્ટ'નું નિર્માણ, રિલીઝ

'ધ સાબરમતી રિપોર્ટ' નું નિર્માણ એકતા કપૂરની બાલાજી મોશન પિક્ચર્સ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે અમૂલ વી મોહન અને અંશુલ મોહનની વિકિર ફિલ્મ્સ તેના સહ નિર્માતા છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મમાં વિક્રાંત મેસી ઉપરાંત રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા પણ મહત્ત્વનો રોલ ભજવી રહ્યા છે. 'ધ સાબરમતી રિપોર્ટ' ધીરજ સરના દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મ 15 નવેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.


Google NewsGoogle News