ફરી એકવાર બે લોકપ્રિય સ્ટાર એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની અફવા ફરી ચગડોળે ચડી

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
ફરી એકવાર બે લોકપ્રિય સ્ટાર એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની અફવા ફરી ચગડોળે ચડી 1 - image
Image  Social Media

Rumors of Shehnaz and Raghav Jual's dating: પંજાબની કેટરિના કૈફ તરીકે જાણીતી અભિનેત્રી શેહનાઝ ગિલ હંમેશા સમાચારમાં રહે છે. શેહનાઝ પોતાના ક્યૂટ લૂકથી ચાહકોનું દિલ જીતી લે છે. શેહનાઝે પોતાના અંગત જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. શેહનાઝ ગિલનું નામ એક અભિનેતા સાથે જોડવામાં આવી રહ્યું છે. તે બીજું કોઈ નહીં પણ કોરિયોગ્રાફર અને એક્ટર રાઘવ જુઆલ છે.

લાંબા સમયથી શેહનાઝનું નામ રાઘવ સાથે ડેટિંગ માટે જોડવામાં આવી રહ્યું હતું, પરંતુ તેણે તેને માત્ર અફવા ગણાવી હતી. હવે ફરીથી તેમના સંબંધોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે. તાજેતરમાં જ એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

સલમાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' માં બન્ને સાથે કામ કર્યુ હતું

એક ન્યૂઝ સંસ્થાનના અહેવાલ પ્રમાણે રાઘવ જુઆલને ડેટ કરી રહ્યો છે. બન્ને થોડા મહિના પહેલા જ રિલેશનશિપમાં આવ્યા હતા. બન્ને સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' માં સાથે કામ કરતા જોવા મળ્યા હતા, ત્યારે તેમના સંબંધોની ચર્ચા જોરશોરથી શરૂ થઈ હતી. તેઓ આ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખે છે, કે બન્ને એકસાથે સ્પોટ ન થાય. આ કારણોસર તે હંમેશા મુંબઈના કોણપણ પોશ વિસ્તાર અથવા રેસ્ટોરન્ટમાં જવાનું ટાળે છે, જેથી તે પાપારાઝીની નજરથી દૂર રહી શકે.  જો કે તેમના સંબંધો ક્યા જાહેર ન થાય તે માટે આટલું ધ્યાન રાખવા છતાં પણ બી ટાઉનમાં તેમના અફેરની અફવા ફરી ચગડોળે ચડી છે. રાઘવ જુઆલ પહેલા શેહનાઝ ગિલનું નામ રેપર અને સિંગર ગુરુ રંધાવા સાથે પણ જોડાયું હતું. બન્નેને ઘણી વખત સાથે સ્પોટ  કરાયા હતા.


Google NewsGoogle News