લગ્નના 5 વર્ષ બાદ મા બનશે ટીવી એકટ્રેસ રૂબિના દિલૈક, પોસ્ટ શેર કરીને આપી ગુડન્યુઝ
નવી મુંબઇ,તા. 16 સપ્ટેમ્બર 2023, શનિવાર
ટૂંક સમયમાં ટીવીની નાની વહુ એટલે કે રૂબીના દિલેકના ઘરમાં એક નાના મહેમાનનું આગમન થવાનું છે. મળતી માહિતી પ્રમાણે એકટ્રેસે માતા બનવા જઈ રહી છે. આ ગુડન્યુઝ રૂબીનાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. તેણે તેના પતિ અભિનવ શુક્લાને ટેગ કરીને એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં એકટ્રેસનું બેબી બમ્પ ફ્લોન્ટ થઇ રહ્યું છે.
આ સુંદર તસવીરના કેપ્શનમાં રૂબીનાએ લખ્યું છે કે,“જ્યારથી અમે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી અમે વચન આપ્યું હતું કે, અમે સાથે દુનિયાની મુસાફરી કરીશું જે બાદ અમે લગ્ન કર્યા અને હવે એક પરિવાર તરીકે અમે ટૂંક સમયમાં અમારા નાના મહેમાનનું સ્વાગત કરીશું.”