RRR In Japan: જાપાની મહિલાએ 7 વર્ષના પુત્ર માટે ડિઝાઇન કરી સ્ટોરીબુક
-આ સ્ટોરી પણ જાપાનીઝ ભાષામાં સમજાવવામાં આવી છે.
નવી મુંબઇ,તા. 29 માર્ચ 2023, ગુરુવાર
એસએસ રાજામૌલીની ફિલ્મ RRR એ દુનિયાભરમાં ધૂમ મચાવી છે. RRR ફિલ્મના ગીત નાટૂ નાટૂએ 95મા ઓસ્કાર એવોર્ડમાં ઓરિજીનલ બેસ્ટ સોન્ગનો એવોર્ડ જીતીને દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું છે.
ઓસ્કાર એવોર્ડ જીત્યા બાદ તેની લોકપ્રિયતા બમણી થઈ ગઈ. હવે સોશિયલ મીડિયા પણ તેના હૂક સ્ટેપને ફરીથી બનાવતા લોકોના વીડિયોથી છલકાઈ રહ્યું છે. ઇન્સ્ટામાં પણ યુઝર્સ આ સોન્ગ પર હુક સ્ટેપ કરતા વીડિયો પોસ્ટ કરી રહ્યાં છે. ત્યારે ઇન્ડિયા સિવાય પણ આ ફિલ્મને ઘણો પ્રેમ મળી રહ્યો છે. લોકો પોતાનો પ્રેમ અલગ અલગ રીતે વ્યક્ત કરતાં જોવા મળી રહ્યાં છે.
અમે વાત કરી રહ્યાં છીએ, જાપાની માતાની જેમણે પોતાના પુત્ર માટે 'RRR' થીમ આધારિત સ્ટોરીબુક બનાવી છે. આ સ્ટોરીબુક એટલી સુંદર છે અને તેમાં રહેલા ફોટો પણ એટલા જ સુંદર લાગી રહ્યાં છે. આ સ્ટોરીબુકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે દર્શાવે છે કે કેવી રીતે એક જાપાની માતાએ તેના પુત્ર માટે ફિલ્મના પાત્રોને સચોટ અને સુંદર રીતે રજૂ કર્યા છ.
પુસ્તકમાં ફિલ્મની વાર્તા જાપાની ભાષામાં
મળતી માહિતી પ્રમાણે વાયરલ થઈ રહેલો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક જાપાની માતાએ તેના પુત્ર માટે ફિલ્મ RRR પર આધારિત પુસ્તક તૈયાર કર્યું છે. ઉપરાંત, આ પુસ્તકની વિડિયો ક્લિપ્સમાં ફિલ્મના પાત્રોને સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે અને આ સ્ટોરી પણ જાપાનીઝ ભાષામાં સમજાવવામાં આવી છે.
કયા કારણે બનાવ્યુ પુસ્તક?
જાપાની મહિલાને લાગ્યું કે, તેના 7 વર્ષના પુત્રને સબટાઈટલ સાથે 3 કલાકની મૂવી જોવામાં મુશ્કેલી પડશે, તેથી તેણે આ સ્ટોરીબુક બનાવી.
વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, "જાપાની માતાએ RRR મૂવી માટે સંપૂર્ણ સચિત્ર સ્ટોરી બુક બનાવી છે. તેમણે વિચાર્યું કે, તેના 7 વર્ષના પુત્ર માટે 3 કલાકની ફિલ્મ જોવી મુશ્કેલ લાગશે. જાપાનીઓ માટે મારો આદર. #RRInJapan
આ વીડિયો પોસ્ટ થતાની સાથે જ તે વાયરલ થઈ ગયો હતો. એટલું જ નહીં પરંતુ આ વીડિયોને લગભગ 6 લાખ વખત જોવામાં આવ્યો છે અને 70,000થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.