Get The App

શૂટિંગ વચ્ચે ફિલ્મના સેટની છત ધરાશાયી, જાણીતા અભિનેતા અર્જુન કપૂર સહિત અનેક ઈજાગ્રસ્ત

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
શૂટિંગ વચ્ચે ફિલ્મના સેટની છત ધરાશાયી, જાણીતા અભિનેતા અર્જુન કપૂર સહિત અનેક ઈજાગ્રસ્ત 1 - image


Roof of film set collapses during shooting :અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની આગામી ફિલ્મ 'મેરે હસબન્ડ કી બીવી' નું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મના સેટ પર એક ગીતના શૂટિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે. હકીકતમાં આ ગીતનું શૂટિંગ મુંબઈના રોયલ પામ્સના ઈમ્પીરીયલ પેલેસમાં ચાલી રહ્યું હતું. ત્યારે અચાનક જ ત્યાંની છત ઘકાડા સાથે તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં અર્જુન કપૂર સહિત અન્ય લોકો ઘાયલ થયા છે. જોકે, સદનસીબે કોઈને ગંભીર ઈજા થઈ નથી.

આ પણ વાંચો : 'હુમલાખોર ચોરીના ઈરાદે નહીં પણ હુમલો કરવા આવ્યો હતો..' સૈફ પર હુમલા અંગે કરીના કપૂરના ખુલાસા

ફિલ્મ સેટ પર થઈ દુર્ઘટના 

આ અંગે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝના અશોક દુબેએ જણાવ્યું હતું કે, ગીતના શૂટિંગ દરમિયાન મોટા ધડાકો થયો હતો અને તેનાથી થયેલા કંપનને કારણે આ દુર્ઘટના થઈ હતી. માહિતી પ્રમાણે આ અકસ્માતમાં અર્જુન કપૂર, નિર્માતા જેકી ભગનાની અને ડાયરેક્ટર મુદસ્સર અઝીઝને નાની મોટી ઈજાઓ થઈ છે.

અન્ય કોને કોને ઈજા થઈ?

અશોકે આ અંગે વધુ માહિતી આપતા કહ્યું કે, ' મને  કોણી અને માથા પર ઈજાઓ થઈ હતી. આ દુર્ઘટનામાં કેટલાક ક્રૂ મેમ્બરો પણ ઘાયલ થયા છે. ડીઓપી મનુ આનંદને અંગૂઠામાં ફ્રેક્ચર થયું છે. અન્યને ગંભીર ઈજા થઈ નથી. તેમજ કેમેરામેનને કરોડરજ્જુમાં ઈજા થઈ છે.

આ પણ વાંચો : મુંબઈ: ટ્રક સાથે બાઈકની ટક્કરમાં જાણીતા ટીવી એક્ટરનું 23 વર્ષની વયે મોત, ઓડિશન આપવા જતો હતો

છતનો ભાગ તૂટી પડ્યો

મીડિયા સાથે વાત કરતાાં કોરિયોગ્રાફર વિજય ગાંગુલીએ કહ્યું કે, 'શૂટિંગનો પહેલો દિવસ ખૂબ જ સારો રહ્યો, પરંતુ બીજા દિવસે આ દુર્ઘટના નથી હતી. અમે મોનિટર પર હતા ત્યારે અચાનક છત તૂટી પડી. પરંતુ જો છતનો આખો ભાગ પડ્યો હોત તો અમને વધારે ઈજાઓ થઈ હોત.'


Google NewsGoogle News