'મિસ્ટર બજાજ' 58 વર્ષની ઉંમરે ત્રીજી વાર બન્યા વરરાજા, લીપલોક કરતો વીડિયો કર્યો શેર

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
'મિસ્ટર બજાજ' 58 વર્ષની ઉંમરે ત્રીજી વાર બન્યા વરરાજા, લીપલોક કરતો વીડિયો કર્યો શેર 1 - image


નવી મુંબઇ,તા. 26 ડિસેમ્બર 2023, મંગળવાર 

આ દિવસોમાં બી-ટાઉનમાં લગ્નની ધૂમ જોવા મળી રહી છે. 24 ડિસેમ્બરે સલમાન ખાનના ભાઈ અરબાઝે 56 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા હતા. અભિનેતાના લગ્નનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ટેલિવિઝન ઉદ્યોગ અને બોલિવૂડના અન્ય એક અભિનેતાએ તેની પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા હતા. જેના ફોટા પણ એક્ટરે સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા. 

અમે જે અભિનેતા વિશે વાત કરી રહ્યા છીએ તે અન્ય કોઈ નહીં પણ ચાહકોના પ્રિય 'મિસ્ટર બજાજ' એટલે કે, રોનિત રોય છે. અભિનેતાએ 25મી ડિસેમ્બરે તેની 20મી લગ્નની વર્ષગાંઠની ઉજવણી કંઇક આ રીતે કરી હતી. તેણે પોતાના આ ખાસ દિવસને વધુ ખાસ બનાવી દીધો હતો. 

રોનિત રોયે ગોવામાં નીલમ સાથે ફરીથી લગ્ન કર્યા છે. રોનિત રોયે લગ્નમાં સફેદ અને લાલ રંગનો કુર્તા-પાયજામા પહેરેલો જોવા મળ્યો હતો. જ્યારે દુલ્હન નીલમ લાલ રંગની સાડીમાં જોવા મળી હતી.રોનિતે તેની પત્ની સાથે સંપૂર્ણ વિધિ-વિધાન સાથે ફરીથી લગ્ન કર્યા. અભિનેતાએ તેની પત્ની નીલમ સાથે સાત ફેરા લઇને લગ્નની તમામ વિધિઓ પણ પૂર્ણ કરી હતી. આ લગ્નનો ક્યુટનેસથી ભરપૂર વીડિયો પર એક્ટરે શેર કર્યો છે. 

આ કપલના લગ્નમાં તેમનો 16 વર્ષનો પુત્ર અગસ્ત્ય બોઝ પણ હાજર હતો. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા આ વીડિયોમાં અગસ્ત્ય બોઝ તેના માતા-પિતાના લગ્નની મજા માણતા જોઈ શકાય છે. 

મહત્વનું છેકે, નીલમ રોનિતની બીજી પત્ની છે. અભિનેતાના પ્રથમ લગ્ન જોહાન્ના મુમતાઝ ખાન નામની યુવતી સાથે થયા હતા. તેની સાથે રોનિતના લગ્ન છ મહિનાથી વધુ ટકી શક્યા નહીં.એક્ટરના વર્ક ફ્ન્ટની વાત કરીએ તો, નોંધનીય છે કે રોનિત રોયે અનેક સિરીયલમાં દમદાર અભિનયથી લોકોના દિલ જીત્યા છે.ટીવી સિરીયલ સિવાય પણ એક્ટેર અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. 


Google NewsGoogle News