રોહિત શેટ્ટી જોન અબ્રાહમ સાથે ભારતીય પોલીસ કમિશનર રાકેશ મારિયાની બાયોપિક બનાવશે
- આ ફિલ્મમાં મુંબઇની તાજ હોટલ પર થયેલા હુમલાને સમાવવામાં આવશે
મુંબઇ : રોહિત શેટ્ટીએ છેલ્લા ૧૫ વરસોમાં પોલીસની દુનિયાને લગતી પાંચ સફળ ફિલ્મો આપી છે. હવે તે મુંબઇના પોલીસ કમિશ્નર રાકેશ મારિયાની જિંદગી પર આધારિત ફિલ્મ બનાવવા તૈયાર છે. રોહિત શેટ્ટી અને રાકેશ મારિયાના સંબંધો બહુ સારા હોવાનું કહેવાય છે. રાકેશ મારિયાના રોલ માટે રોહિત શેટ્ટીએ જોન અબ્રાહમને સાઇન કર્યો છે. આ ફિલ્મ ૨૦૨૬ના રિલીઝ કરવામાં આવશે.
રોહિત શેટ્ટીએ ૨૦૨૧માં જ રાકેશ મારિયાની બાયોપિકની ઘોષણા કરી દીધી હતી. પરંતુ ફિલ્મસર્જકને આ રોલ ભજવવા યોગ્ય હીરો શોધવાની મૂંઝવણ હતી. એક ઇન્ટરવ્યુમાં રોહિત શેટ્ટીએ જણાવ્યું હતું કે, આ ફિલ્મની વાર્તા ૧૯૮૫ થી મુંબઇની તાજ હોટલ પર થયેલા હુમલા સુધીની છે. તેથી આ ફિલ્મમાં યુવાનીથી લઇને ૫૦ વરસના પીઢ પુરુષની ભૂમિકા ભજવવાની છે. તેથી મને કાસ્ટિંગ માટે સમસ્યા નડતી હતી. આ ફિલ્મની વાર્તા ૧૯૮૫ થી લઇને ૨૬-૧૧ના આંતકીઓના હુમલાને આવરી લેશે.
રાકેશ મારિયાએ તેમની કારકિર્દી દરમિયાન ૨૦૦૩માં ગેટ વે ઓફ ઇન્ડિયા અને ઝવેરી બઝારના ટ્વીન બ્લાસ્ટ, ૨૬-૧૧ના મુંબઇ શહેર પર આતંકવાદી હુમલા જેવા ગુનાઓના ઇન્વેસ્ટીગેશનની જવાબદારી નિભાવી હતી.