દર્શકોને એન્ટરટેન કરવા માટે કોમેડીથી ભરપૂર ગોલમાલ 5 લઇને આવી રહ્યાં છે રોહિત શેટ્ટી
-ગોલમાલ 5 જરુર બનશે, ગોલમાલ ફ્રેન્ચાઈઝીની આગામી ફિલ્મ અન્ય ફિલ્મો કરતા મોટી હશે.
નવી મુંબઇ,તા. 19 જાન્યુઆરી 2024, શુક્રવાર
'સિમ્બા', 'સૂર્યવંશી', 'સિંઘમ', 'ચેન્નઈ એક્સપ્રેસ' જેવી ફિલ્મો બનાવી ચૂકેલા ડિરેક્ટર રોહિત શેટ્ટીએ તેની આગામી ફિલ્મ 'ગોલમાલ-5'ને કંન્ફર્મ કરી છે પરંતુ બધાને તેના માટે લાંબો સમય રાહ જોવી પડશે.
ઈન્ડિયન પોલીસ ફોર્સની વેબ સિરીઝને લઈને ચર્ચામાં રહેલા ફિલ્મમેકર રોહિત શેટ્ટીએ ફેન્સ માટે એક મોટા ખુશખબર આપ્યા છે. રોહિત શેટ્ટી હાલમાં ઇન્ડિયન પોલીસ ફોર્સના પ્રમોશન અને સિંઘમ 3ના શૂટિંગમાં ખૂબ જ વ્યસ્ત છે. ત્યારે ગોલમાલ 5ને લઇને ફિલ્મમેકરે અપડેટ આપી છે.
એક ઇન્ટરવ્યુમાં, રોહિત શેટ્ટીએ કોમેડી ફ્રેન્ચાઇઝી ગોલમાલ 5ને કન્ફર્મ કરી છે. રોહિત શેટ્ટીનું કહેવું છે કે, તે આ ફિલ્મ જલ્દી બનાવશે અને ગોલમાલ ફ્રેન્ચાઈઝીની આગામી ફિલ્મ અન્ય ફિલ્મો કરતા મોટી હશે.
રોહિત શેટ્ટીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, 'ગોલમાલ 5 ચોક્કસપણે બનશે. મારે આ ફિલ્મ થોડી જલ્દી બનાવવી પડશે. મને લાગે છે કે, તમને આગામી 2 વર્ષમાં ગોલમાલ 5 મળી જશે. ફિલ્મ નિર્માતાએ એમ પણ કહ્યું - સિનેમામાં તાજેતરના ફેરફારોને ધ્યાનમાં રાખીને, ગોલમાલ ફ્રેન્ચાઇઝીની આગામી ફિલ્મ અન્ય ફિલ્મો કરતા ભવ્ય હશે.
વધુમાં રોહિત શેટ્ટીએ કહ્યું કે- 'મને લાગે છે કે આજની સિનેમાને ઓલ ધ બેસ્ટ અને ગોલમાલ જેવી ફિલ્મો કરતાં મોટી હોવી જોઈએ, જે મેં તે સમયે બનાવી હતી. મોટી એટલે એક્શન નહીં. હું ગોલમાલમાં એક્શન ઉમેરી શકતો નથી પરંતુ જોનરના સ્કેલને મોટો કરી શકું છું.
રોહિત કોપ-વર્સથી અલગ ફિલ્મ બનાવવા માંગે છે!
રોહિતે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું- 'હું એક એવી ફિલ્મ બનાવવા માંગુ છું જે કોપ-વર્સ પર બેસ્ડ ન હોય.' રોહિતે એમ પણ કહ્યું- 'મને પણ ચેન્નાઈ એક્સપ્રેસ જેવી ફિલ્મ બનાવવાની જરૂર લાગે છે. જો મને સારી અને ગ્રેંડ સ્ટોરી મળશે તો હું ચોકક્સથી એ ફિલ્મ બનાવીશ.
મહત્વનું છે કે, રોહિત શેટ્ટી OTTની દુનિયામાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. તેમના દ્વારા નિર્દેશિત વેબ સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ 19 જાન્યુઆરીએ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થવા જઈ રહી છે. આ તેની ડિજીટલ ડિરેક્શન ડેબ્યુ છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબેરોય મુખ્ય ભૂમિકામાં છે.