રિયા ચક્રવર્તી ફિલ્મ ચહેરાના પોસ્ટર પછી પ્રમોશનમાંથી પણગાયબ થાય તેવી શક્યતા
- રિયાને પ્રમોશનમાં સામેલ કરવી કે નહીં એ પર વિચારણા ચાલી રહી હોવાના સંકેત
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.13 માર્ચ 2021, શનિવાર
સુશાંત સિહ આત્મહત્યા કેસમાં તેની સ્ત્રી મિત્ર રિયા ચક્રવર્તી પર શંકાની સોય તાણવામાં આવી છે. તેને કસ્ટડીમાં રાખ્યા પછી તેને જામીન પર છોડવામાં આવી છે. રિયાની ફિલ્મની કારકિર્દી પર સુશાંતની આત્મહત્યા એક ડાઘ સમાન સાબિત થઇ રહી છે. હવે બોલીવૂડના માંધાતાઓ રિયાને ફિલ્મોમાં લેવા માટે ખચકાઇ રહ્યા છે. એટલું જ નહીં તેની આવનારી ફિલ્મ ચહેરાના પોસ્ટર પરથી પણ તેને દૂર કરવામાં આવી છે.
રિપોર્ટસની માનીએ તો ફિલ્મ ચહેરામાં રિયા ચક્રવર્તી ઇમરાન હાશ્મી સાથે લીડ રોલમાં જોવા મળવાની છે. હવે તેને પોસ્ટર પરથી દૂર કર્યા પછી, તેને ફિલ્મના પ્રમોશન માટે સામેલ કરવી કે નહીં એ બાબતે હાલ વિચારણા ચાલી રહી છે.
ફિલ્મના દિગ્દર્શન રુમી જાફરી રિયા પ્રત્યે કુણું વલણ દાખવી રહ્યા છે. તેનું માનવું છે કે, રિયા દુનિયાનો સામનો કરવા તૈયાર છે, જ્યારે ફિલ્મના શુભચિંતકોને લાગે છે કે, જો ફિલ્મને પ્રમોટ કરવા માટે રિયાને લોકોની વચ્ચે લાવવામાં આવશે તો તેને લોકો ફિલ્મ કરતા અંગત જીવન પર પ્રશ્રોત્તરી કરશે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ફિલ્મનું ટીઝર રિલિઝ કરવામાં આવ્યું હતું. જેમાંથી રિયા મિસિંગ હતી.