મસ્તી ફોરમાં રિતેશ, વિવેક, આફતાબની ત્રિપૂટી રિપીટ
- જોકે, ત્રણેયની હિરોઈન બદલાઈ જશે
- ત્રણેય એક્ટરની બોલીવૂડ કારકિર્દી અસ્તાચળ પર, માંડ એક ફિલ્મ હાથ લાગી
મુંબઇ : 'મસ્તી' ફ્રેન્ચાઈઝીના ચોથા ભાગમાં વિવેક ઓબેરોય, રિતેશ દેશમુખ અને આફતાબ શિવદાસાનીનીે રિપીટ કરવામાં આવ્યા છે.
આ ફ્રેન્ચાઈઝીની પહેલી ફિલ્મ ૨૦૦૪માં રીલીઝ થઈ હતી. તે પછી ૨૦૧૩માં બીજો ભાગ અને ૨૦૧૬માં ત્રીજો ભાગ બન્યાં હતાં. હવે આઠ વર્ષ બાદ ચોથો ભાગ બનવાનો છે.
'મસ્તી' પહેલીવાર રીલીઝ થઈ ત્યારે વિવેક, રિતેશ અને આફતાબ ત્રણેય પ્રોમિસિંગ કલાકારો ગણાતા હતા. પરંતુ, કેટલીક હિટ ફિલ્મો છતાં પણ તેમની કારકિર્દી ખાસ નોંધપાત્ર રહી નથી. હવે તેમને માંડ આ એક ફિલ્મ હાથ લાગી છે. જોકે, રિતેશ દેશમુખ તો મરાઠી ફિલ્મોના સર્જન તરફ વળી ચૂક્યો છે અને તેમાં તેને સફળતા પણ મળી છે.
મસ્તી ફ્રેન્ચાઇઝી ફિલ્મોનો મુખ્ય વિષય એડલ્ટ કોમેડીનો રહ્યો છે. ફિલ્મ ત્રણ વિવાહિત મિત્રો પર આધારિત છે. જેમણે પોતાના લગ્નોત્તર સંબંધોને કારણે હાસ્યાસ્પદ પરિણામોનો સામનો કરવો પડતો હાય છે. ચોથા ભાગમાં ત્રણેયની હિરોઈનો બદલાઈ જશે એમ મનાય છે.