છત્રપતિ શિવાજી મહારાજની બાયોપિક બનાવશે રિતેશ દેશમુખ
- જોકે અભિનેતાએ આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરી નથી
મુંબઇ, તા. 6 જાન્યુઆરી 2020, સોમવાર
ઐતિહાસિક ફિલ્મોનો ટ્રેન્ડ હાલ બોલીવૂડમાં ચાલી રહ્યો છે. અજય દેવગણે તો પીરિયડ ફિલ્મ બનાવાનો નિર્ણય લઇ લીધો છે. તેની ' તાનાજી: ધ અનસંગ વોરિયર' જલદી જ રિલીજ થવાની છે. જેમાં તે તાનાજીના પાત્રમાં જોવા મલશે જ્યારે કાજોલ તેની પત્નીની ભૂમિકામાં હશે.
અજયે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજ પર ફિલ્મ બનાવામાં આવે તો શિવાજીના પાત્ર માટે તે રિતેશ દેશમુખ પર પસંદગી ઊતારશે. સાથેસાથે અભિનેતાએ એમ પણ કહ્યુ ંહતું કે, '' મને લાગે છે કે રિતેશ હાલ છત્રપતિ શિવાજી મહારાજની બાયોપિક પર કામ કરી રહ્યો છે. અને મને ખાતરી છે કે, તે એકદમ પરફેક્ટ ફિલ્મ બનાવશે.'' જોકે અભિનેતાએ આ ફિલ્મ બાબત વધુ માહિતી આપી નહોતી.
જોકે રિતેશે આ ફિલ્મની કોઇસત્તાવાર જાહેરાત કરી નથી. રિતેશ આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવશે જ્યારે તેની પત્ની જેનેલિયા ફિલ્મનું નિર્માણ કરશે.