Get The App

રિતેશ દેશમુખે કર્યો કોંગ્રેસનો પ્રચાર, કહ્યું- જેમનો પક્ષ ખતરામાં છે તેઓ ધર્મને ઢાલ બનાવી રહ્યા છે

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
Riteish Deshmukh


Riteish Deshmukh: બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખે 20 નવેમ્બરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરતા જોવા મળ્યો હતો. રિતેશ દેશમુખે તેના ભાઈ અને કોંગ્રેસ નેતા ધીરજ દેશમુખ માટે લાતુરમાં પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ માટે પ્રચાર કરતા રિતેશે કહ્યું કે ‘કેટલાક રાજકીય પક્ષોનો દાવો છે કે, આપણો ધર્મ જોખમમાં છે, પરંતુ વાસ્તવમાં તેમનો પક્ષ જોખમમાં છે અને તેઓ તેને બચાવવા મથામણ કરી રહ્યા છે.'

અમે અમારો ધર્મ સંભાળીશું, તમે પહેલા વિકાસની વાત કરો: રિતેશ

લાતુર મતવિસ્તારમાં ધીરજનો મુકાબલો ભાજપના રમેશ કરાડ સાથે થવાનો છે. રવિવારે રાત્રે એક રેલીને સંબોધિત કરતા કહ્યું હતુ કે, ‘ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે કર્મ એ જ ધર્મ છે. જે વ્યક્તિ ઈમાનદારીથી કામ કરે છે તે પોતાના ધર્મનું પાલન કરે છે. જે ઈમાનદારીથી કામ નથી કરતો તેને ધર્મના આવરણની જરૂર છે. જે લોકો કહે છે કે તેમનો ધર્મ જોખમમાં છે, વાસ્તવમાં તેમનો પક્ષ જોખમમાં છે અને તેઓ પોતાની પાર્ટી અને પોતાને બચાવવા માટે તેમના ધર્મને આગળ કરી રહ્યા છે. તેમને કહો કે અમે અમારો ધર્મ સંભાળીશું, તમે પહેલા વિકાસની વાત કરો.'

મહારાષ્ટ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું 

રેલીને સંબોધિત કરતી વખતે રિતેશ દેશમુખે મહારાષ્ટ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘રાજ્યના શિક્ષિત યુવાનો બેરોજગાર છે. તેમને રોજગાર આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે.’ આ દરમિયાન રિતેશ દેશમુખે ખેડૂતોને તેમના ઉત્પાદનોના સારા ભાવ નથી મળી રહ્યા એ બાબતે પણ સરકાર પર નિશાન સાધ્યું હતું. 

આ પણ વાંચો: 'ભૂલ ભૂલૈયા 3'એ કર્યો 200 કરોડનો આંકડો પાર, 10 દિવસમાં કાર્તિકને મળી તેની કારકિર્દીની સૌથી મોટી ફિલ્મ

ધીરજ દેશમુખે 1.21 લાખ મતોથી જીતી હતી ચૂંટણી 

આ દરમિયાન રિતેશ દેશમુખે ધીરજ દેશમુખ 2019માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 1.21 લાખ મતોના માર્જિનથી જીત્યા હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. રિતેશે લોકોને એટલા મોટા પાયે મતદાન કરવાની અપીલ કરી કે વિરોધી ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ જાય. આ ઉપરાંત તેણે યુવાનોને તેમના મતનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું. આ સાથે જ તેણે મહારાષ્ટ્રની ઓળખ અને દરેક નાગરિકની ગરિમા અને અધિકારોનું રક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

રિતેશ દેશમુખે કર્યો કોંગ્રેસનો પ્રચાર, કહ્યું- જેમનો પક્ષ ખતરામાં છે તેઓ ધર્મને ઢાલ બનાવી રહ્યા છે 2 - image


Google NewsGoogle News