Get The App

નેશનલ અવૉર્ડ વિજેતા 'કાંતારા' સ્ટારનો બોલિવૂડ પર ગંભીર આક્ષેપ, ચોતરફી ટીકા સાથે ટ્રોલર્સ ફરી વળ્યાં

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
Rishab Shetty


Why Rishab Shetty Brutally Trolled: અભિનેતા રિષભ શેટ્ટીને તાજેતરમાં એક્શન થ્રિલર ફિલ્મ 'કાંતારા'માં તેના અભિનય માટે નેશનલ અવૉર્ડ થી સન્માનિત કરવામાં આવ્યો છે. પરંતુ  અભિનેતાએ બોલિવૂડ પર એવા ગંભીર આક્ષેપો કરતા તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. 'કાંતારા' રીલિઝ થયા બાદ અભિનેતા રિષભ શેટ્ટીની લોકપ્રિયતા માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ હિન્દીભાષી રાજ્યોમાં પણ ઝડપથી વધી છે. 2022માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં અભિનયની સાથે રિષભે તેનું દિગ્દર્શન પણ કર્યું છે, જેના કારણે તેને દેશભરમાં ઓળખ મળી છે. 

રિષભ શેટ્ટીએ બોલિવૂડ પર કટાક્ષ કર્યો

બોલિવૂડ પર કટાક્ષ કરતા રિષભ શેટ્ટીએ કહ્યું હતું કે 'બોલિવૂડ ભારતને ખોટી રીતે બતાવે છે.' આ ટિપ્પણી બાદ રિષભ શેટ્ટી ખૂબ જ ટ્રોલ થયો હતો. આ દિવસોમાં રિષભ પ્રમોદ શેટ્ટી અભિનીત તેની આગામી કન્નડ ફિલ્મ 'લાફિંગ બુદ્ધા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેણે બોલિવૂડ પર આ ટિપ્પણી કરીને વિવાદ સર્જ્યો હતો.

આ પણ વાંચો: શ્રેયસ તળપદેની વિનંતીઃ મારા મોતની અફવા ન ફેલાવો, હું સંપૂર્ણ સ્વસ્થ છું

બોલિવૂડ પર રિષભ શેટ્ટીએ કરી ટિપ્પણી

મેટ્રો સાગા માટેના તેમના વાયરલ ઈન્ટરવ્યુમાં, રિષભ શેટ્ટીએ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઈવેન્ટ્સમાં બોલિવૂડ દ્વારા ભારતના ચિત્રણ પર નિરાશા વ્યક્ત કરી હતી. કન્નડમાં બોલતા, અભિનેતા કહે છે, 'ભારતીય ફિલ્મો, ખાસ કરીને બોલિવૂડ, ભારતની છબીને કલંકિત કરે છે. આ આર્ટ ફિલ્મોને વૈશ્વિક કાર્યક્રમોમાં આમંત્રિત કરવામાં આવે છે અને રેડ કાર્પેટ આપવામાં આવે છે. મારું રાષ્ટ્ર, મારું રાજ્ય, મારી ભાષા-મારું ગૌરવ. શા માટે તેને વૈશ્વિક સ્તરે હકારાત્મક રીતે ન લો અને હું તે જ કરવાનો પ્રયાસ કરું છું.'

આ પણ વાંચો: લંડનમાં તોફાનોને લીધે ઈબ્રાહિમ અલી ખાનની દિલેરનું શૂટિંગ અટકયું

આ પણ વાંચો: એકટ્રેસ પ્રિયંકા ચોપરાએ અપકમિંગ ફિલ્મ'Paani'નું મોશન ટીઝર કર્યું શેર

યુઝર્સે કરી રિષભની ટીકા 

રિષભ શેટ્ટીની આ ટિપ્પણી પર નેટીઝન્સ તરફથી આકરી પ્રતિક્રિયા આવી રહી છે. 'કાંતારા'ના કેટલાક સીન ટાંકીને લોકોએ તેને 'હિપોક્રેટ' પણ કહી દીધો. તો કોઈએ અભિનેતાના આવા બેવડા માપદંડ બાબતે પણ ટીકા કરી હતી. 

નેશનલ અવૉર્ડ વિજેતા 'કાંતારા' સ્ટારનો બોલિવૂડ પર ગંભીર આક્ષેપ, ચોતરફી ટીકા સાથે ટ્રોલર્સ ફરી વળ્યાં 2 - image


Google NewsGoogle News