'મેં સલમાનની મદદ ના લીધી એ મારી ભૂલ..' જાણીતી અભિનેત્રીએ કહ્યું - મેં જાતે મારું કરિયર બગાડ્યું
Rimi Sen says I Destroyed My Career by Myself: અભિનેત્રી રિમી સેન કે જેમણે દબંગ ખાન સાથે ફિલ્મ 'ક્યોંકી' માં કામ કર્યું હતું. ત્યારપછી તેમણે સલમાન ખાનનાં રિયાલિટી શોમાં જોવા મળી હતી. રિમી સેને જ્યારે વર્ષ 2003માં 'હંગામા' ફિલ્મથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી ત્યારે તેણેધૂમ મચાવી હતી.
હંગામા પછી તો રિમી સેનને બેક ટુ બેક ફિલ્મો મળી જેમાંથી બાગબાન, ધૂમ, ક્યોંકિ, ગરમ મસાલા, ફિર હેરા ફેરી, દીવાને હુએ પાગલ, ગોલમાલઃ ફન અનલિમિટેડ, ધૂમ 2, જોની ગદાર જેવી ફિલ્મો હિટ પણ રહી હતી પરંતુ અમૂક સમય પછી તે ફિલ્મોથી દૂર થવાં લાગી અને પછી તેને ફિલ્મો મળવાની જ બંધ થઈ ગઈ. રિમીને 'બિગ બોસ' થી પણ કોઈ ફાયદો ન મળ્યો. આથી તે પોતાનાથી થયેલ ભૂલોને જવાબદાર માને છે.
મેં કામ માટે સલમાનનો સંપર્ક ન કર્યો
અભિનેત્રી રિમી સેને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે શું 'બિગ બોસ' પછી સલમાન ખાને તેની મદદ કરી હતી, સલમાન ખાન સાથે તેનું બોન્ડ કેવું હતું? તો રિમી સેને કહ્યું, 'મારું સલમાન સાથે સારું બોન્ડ છે. અમે સાથે મળીને ફિલ્મ 'ક્યોંકી' કરી હતી. તે સજ્જન અને સુંદર વ્યક્તિ છે. તેમજ તેમનો સ્વભાવ અને વ્યવહાર ખૂબ જ સારો છે. પણ મેં જ ક્યારેય કામ માટે તેમનો સંપર્ક કર્યો નથી. જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈને કામ મળતું નથી ત્યારે તેઓ મદદ માટે સલમાન પાસે જાય છે અને તે મદદ પણ કરે છે. પણ મને કોઈના પર બોજ નાખવાનું પસંદ નથી. જો મારા નસીબમાં હશે તો મને કામ મળશે. સલમાને મને તક આપી હતી.
મેં જાતે મારું કરિયર બગાડ્યું છે
રિમી સેને આગળ કહ્યું કે, 'હું જ્યારે કોલકાતાથી આવી હતી ત્યારે મારી પાસે કંઈ જ ન હતું પણ ભગવાને આપ્યું. એટલે નસીબમાં હશે તો ભગવાન આપશે. સલમાન ખાન પાસે પાવર છે, ત્યારે જ લોકો તેમની પાસે મદદ માટે જાય છે. પરંતુ મારી ભૂલ પર તેઓ મારી મદદ શા માટે કરે. મારે મારુ પીઆર કરવું નહોતું જેથી મારુ કેરિયર સમાપ્ત થઈ ગયું. જો તમને પોતાનો તમારું ટેલેન્ટ વેચતા નહિ આવડે તો તમારુ લાઈફમાં કંઈ થઈ શકશે નહિ, પછી તે કોઈપણ ક્ષેત્રમાં હોય.'