Rihana: લગ્ન પહેલાં બીજી વાર માતા બની હૉલીવૂડ સિંગર રિહાના
નવી મુંબઇ,તા. 13 ફેબ્રુઆરી 2023, સોમવાર
વિશ્વની પ્રખ્યાત ગાયિકાઓમાંની એક રિહાનાની ફેન ફોલોઈંગ મજબૂત છે. તેના લાઈવ પરફોર્મન્સને જોવા માટે ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. હોલિવૂડ સિંગર રિહાન્નાએ તાજેતરમાં સુપર બાઉલ શોમાં જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું હતું. ચાહકોને પણ આ પરફોર્મન્સ ઘણુ પસંદ આવ્યુ પરંતુ આ દરમિયાન ચાહકોનુ ધ્યાન રીહાનાનું બેબી બમ્પ પર ગયુ. સિંગર બીજી વખત માતા બનવા જઈ રહી છે અને તેણે હાલમાં જ આ અંગે એક હિંટ આપી હતી.
તાજેતરમાં સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન રિહાન્નાએ સ્ટેજ પર તેના બેબી બમ્પને પણ ફ્લોન્ટ કર્યો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પહેલાં ગ્રેમી વિનર રિહાન્ના અને તેના બોયફ્રેન્ડ રેપર ASAP રોકીએ વર્ષ 2022 માં તેમના પુત્રનું સ્વાગત કર્યું હતું. હવે તે બીજા બાળકને જન્મ આપવા જઈ રહી છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાના અંગત જીવન વિશે વાત કરી હતી.
જ્યારે સિંગરને એક ઇન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યું કે શું તેના સુપર બાઉલ પરફોર્મન્સમાં કોઈ સરપ્રાઈઝ છે. તેના જવાબમાં તેણે કહ્યું હતું કે, 'હું કોઈને સાથે લાવવાનું વિચારી રહી છું.
માતા બન્યા પછી વલણ બદલાયું
રિહાન્નાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન તેના અંગત જીવન વિશે વાત કરી. આ સાથે તેણે એ પણ જણાવ્યું કે, તે બીજી વખત માતા બનવા જઈ રહી છે.
સિંગરે કહ્યું કે, હું હવે મારા બાળક માટે જીવું છું. હવે મને દરેક બાબતનો ફર્ક પડે છે. તમે ઘણી વસ્તુઓ વિશે વિચારવાનું શરૂ કરો છો. હવે મને નથી લાગતું કે સ્કાયડાઇવિંગ કરવામાં કોઇ ઉત્સુકતા હોય. બધું બદલાઈ ગયું છે. મારા બાળકના જન્મ પહેલા મારું જીવન એકદમ હળવું હતું. હવે તે સંક્ષિપ્ત અને સ્પષ્ટ બની ગયું છે. મારા બાળકના ઉછેર સાથે, હું મારી જાતને સારી બનાવી રહી છુ.