રિચા ચઢ્ઢા ની નવી ફિલ્મ પિંકી પ્રોમિસ હશે : જાતે નિર્માણ કરશે

Updated: May 18th, 2024


Google NewsGoogle News
રિચા ચઢ્ઢા ની નવી ફિલ્મ પિંકી પ્રોમિસ હશે : જાતે નિર્માણ કરશે 1 - image


- રિચા નવી ફિલ્મમાં ડાન્સરની ભૂમિકા ભજવશેં   

- ફિલ્મની સ્ક્રિપ્ટ હિંદી મિડિયમના લેખક અમિતોશ નાગપાલ લખશે

મુંબઈ : રીચા ચઢ્ઢા એક એકટ્રેસ ઉપરાંત ફિલ્મ નિર્માતા તરીકે પણ નવા નવા પ્રોજેક્ટસ હાથ ધરી રહી છે. હવે તે 'પિંકી પ્રોમિસ' નામની ફિલ્મ બનાવવાની છે. આ ફિલ્મમાં તે પોતે એક ડાન્સરની ભૂમિકા ભજવશે. 

આ ફિલ્મ એક  મ્યુઝિકલ કોમેડી હશે. જોકે, રિચા   ચઢ્ઢા હાલ પ્રેગનન્ટ છે અને આગામી જુલાઈ માસમાં તેનું બાળક આવે તેવી સંભાવના છે. તે પછી થોડો બ્રેક લીધા બાદ રિચા આ ફિલ્મનું કામ શરુ કરશે. 

રિચા અને તેના પતિ અલી ફઝલે પુશિંગ બટન સ્ટુડિયોઝના નામે પોતાનું અલાયદું પ્રોડક્શન હાઉસ શરુ કર્યું છે. તેના નેજા હેઠળ આ ફિલ્મનું નિર્માણ થઈ રહ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ આગામી ઓક્ટોબરથી શરુ થઈ શકે છે. 

'હિંદી મિડિયમ' તથા 'ગુલાબ ગેંગ'  જેવી ફિલ્મો લખી ચુકેલા આશુતોષ નાગપાલને  સ્ક્રિપ્ટનું કામ સોંપાયંન છે. ફિલ્મની વાર્તા હિમાચલ પ્રદેશનાં એક નાનાં શહેરનું બેકગ્રાઉન્ડ ધરાવતી હશે. ફિલ્મ એક સિંગર બેલડીની લવસ્ટોરી હશે. જોકે, રિચાની સામે હિરો  તરીકે કોણ હશે તે હજુ નક્કી થયું નથી. 


Google NewsGoogle News