ઋચા ચઢ્ઢા આખિરી સોમવાર નામની ફિલ્મ બનાવશે
- નિઃસંતાન ટીવી પ્રોડયૂસરની વેદના દર્શાવશે
- ઋચા જ ફિલ્મની નિર્માતા અને લેખક છે, મુખ્ય ભૂમિકા પણ પોતે જ ભજવશે
મુંબઇ : ઋચા ચઢ્ઢાએ પોતાની આગામી ફિલ્મ 'આખિરી સોમવાર'ની ઘોષણા કરી છે. અભિનેત્રી નિર્માત્રી બન્યા પછી હવે લેખક પણ બની ગઇ છે. તે પોતે ફિલ્મનું નિર્માણ કરશે, સ્ટોરી લખશે અને સાથે સાથે મુખ્ય ભૂમિકા પણ ભજવશે.
આખરી સોમવાર ફિલ્મ એક રિયલિટી ટીવી પ્રોડયુસર વિશે છે. જે સિંગલ હોય છે. તેનો સહકર્મી તેનાં નિઃસંતાનપણા વિશે ટિપ્પણી કરે છે. તેની વેદના તથા જીવનસાથી મેળવવાના તેના પ્રયાસો આ ફિલ્મમાં આવરી લેવાશે. ફિલ્મની અન્ય કાસ્ટ વિશે હજુ કોઈ જાહેરાત કરાઈ નથી.