ઋચા ચઢ્ઢા અને અલી ફઝલ છ ફિલ્મો પ્રોડયૂસ કરશે
- ડોક્યુમેન્ટરી તથા એનિમેશન સહિતના પ્રોજેક્ટ
- તદ્દન નવી થીમ પર ફેન્ટસી ડ્રામા તથા કોમેડી મ્યુઝિકલ પણ બનાવશે
મુંબઇ : એક્ટિંગની દુનિયામાં પોતાની મ્હારત સાબિત કરનાર યુગલ ઋચા ચઢ્ઢા અને અલી ફઝલ હવે નિર્માતાઓ તરીકે પણ તરખાટ મચાવશે. તેમણે પોતાના પ્રોડક્શન હાઉસ હેઠળ એક સાથે છ ફિલ્મોનાં નિર્માણની જાહેરાત કરી છે.
ઋચા અને અલીએ પુશિંગ બટન્સ સ્ટુડિયો નામે નિર્માણ હાઉસ શરુ કર્યું છે. આ કંપનીના નેજા હેઠળ તેઓ ડોક્યુમેન્ટરી, મ્યુઝિકલ ડ્રામા તથા એનિિેશનન ફિલ્મો પણ બનાવશે.
તેમના નિર્માણ હેઠળની ફિલ્મોમાં 'ગર્લ્સ વિલ બી ગર્લ્સ'માં ૧૬ વર્ષની એક બળવાખોર તરુણી અને તેની માતાના સંઘર્ષની વાત છે. ક્રાઈમ થ્રીલર 'પપિતા'માં એક પાપારાઝી ફોટોગ્રફર્સની જિંદગીમાં સર્જાતી અણધારી ઘટનાઓની કથા હશે. એક એનિમેશન ફિલ્મ 'ડોગી સ્ટાઈલ્ઝ'માં માનવીય મૂલ્યોની નકલ કરતા કૂતરાઓની આંખે આધુનિક માનવો પર કટાક્ષની વાત હશે. મ્યુઝિકલ કોમેડી 'પિંકી પ્રોમીસ'માં વર્જિત પ્રેમ સંબંધમાં કશ્મકશ અનુભવતી નાના ગામની એક ડાન્સર યુવતીની વાર્તા હશે. જ્યારે 'રીિઆલટીમાં રિચા અને અલી પોતાની જિંદગીનાં જ કેટલાંક પાસાં વિશે જણાવશે. 'મિસ પામોલિવ ઓલ નાઈટ કેબ્રે' એક ફેન્ટસી ડ્રામા હશે જેમાં એક ક્રાંતિકારી ડાન્સરની કહાની હશે.