ગર્લ્સ વીલ બી ગર્લ્સ ફિલ્મ માટે રીચા ચડ્ઢા, અલી ફૈઝલે એફડી તોડી
- અનેક લોકો પાસેથી પૈસા ઉધાર પણ લીધા
- અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં રજૂ થયેલી ફિલ્મને પ્રિયંકા સહિતના કલાકારોએ પણ વખાણી
મુંબઈ: રીચા ચઢ્ઢા અને અલી ફૈઝલે તેમના પ્રોડક્શન હેઠળની ફિલ્મ 'ગર્લ્સ વીલ બી ગર્લ્સ'નાં નિર્માણમાં અનેક નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હોવાનું સ્વીકાર્યું છે. તેમના જણાવ્યા મુજબ આ ફિલ્મ બનાવવા માટે તેમણે અનેક લોકો પાસે હાથ લંબાવવા પડયા હતા અને તેમની ફિક્સ્ડ ડિપોઝિટો પણ તોડવી પડી હતી.
આ ફિલ્મ અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં રજૂ થઈ ચૂકી છે અને તેની પ્રશંસા થઈ છે. પ્રિયંકા ચોપરા, હૃતિક રોશન, અદિતી રાવ હૈદરી સહિતના કલાકારોએ પણ ફિલ્મને વખાણી છે.
શૂચિ તલાટીએ દિગ્દર્શિત કરેલી આ ફિલ્મમાં કાનિ કુશ્રુતિ અને પ્રિતી પાણિગ્રહી સહિતના કલાકારો છે. રીચા ચઢ્ઢા અને અલી ફૈઝલે સારી ફિલ્મો બનાવવા માગતા પરંતુ નાણાંકીય મુશ્કેલી અનુભવતા ફિલ્મ સર્જકોની મદદ માટે પોતાની પ્રોડક્શન કંપની શરુ કરી છે. 'ગર્લ્સ વીલ બી ગર્લ્સ' તેમની કંપનીની પહેલી ફિલ્મ છે.