જાણીતી અભિનેત્રી કરોડપતિ બિઝનેસમેનને ડેટ કરતી હોવાની ચર્ચા, એક સમયે સુશાંત સિંહને કારણે ચર્ચામાં હતી
Rhea Chakraborty Dating Rumours: રિયા ચક્રવર્તીએ તાજેતરમાં જ તેનો 32મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો છે. 1 જુલાઈ1992ના રોજ બેંગલુરુમાં એક બંગાળી પરિવારમાં જન્મેલી રિયાએ 2009માં ટીવી પર પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને આજે તે મોટા પડદા પર પણ જોવા મળે છે. પરંતુ રિયા તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેની પર્સનલ લાઈફના કારણે વધુ ચર્ચામાં રહે છે.
સુશાંતને ડેટ કરતી હતી રિયા
ચાર વર્ષ પહેલાં 2020માં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપુતના મોતના મામલામાં અભિનેત્રીનું નામ સામે આવ્યું હતું. તે દિવસોમાં રિયા સુશાંતને ડેટ કરતી હતી. છેલ્લા ચાર વર્ષમાં રિયાએ ફરી પોતાનું જીવન જીવવાનું શરૂ કર્યું. હાલમાં જ તેની લવ લાઈફને લઈને મીડિયામાં ઘણા સમાચાર આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે અત્યારે કોઈને ડેટ કરી રહી છે, પરંતુ સમય આવશે ત્યારે જ આ વાતનો ખુલાસો કરશે.
રિયા કોને ડેટ કરી રહી છે?
કેટલાક સમયથી ફિલ્મ જગતમાં એવા અહેવાલો હતા કે અભિનેત્રી કરોડપતિ ઉદ્યોગપતિ નિખિલ કામથને ડેટ કરી રહી છે. આ સમાચાર પછી મીડિયાએ પણ બન્નેને એકસાથે સ્પોટ કર્યા હતા.
રિયા ચક્રવર્તી તેના બોયફ્રેન્ડ નિખિલ કામથ સાથે એક પાર્ટીમાં પહોંચી હતી. ત્યારે રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતી વખતે બંને કારમાં સાથે જોવા મળ્યા હતા. ડેટિંગની અફવાઓ પછી આ તેમનો પ્રથમ પબ્લિક અપીયરેન્સ દેખાયો હતો. આ સમય દરમિયાન આ રૂમર્ડ કપલ ટ્વિનિંગ કરતા પણ નજરે પડ્યા હતા.
માનુષીને ડેટ કરતા હતા નિખિલ કામથ
રિયા સાથે ડેટિંગના સમાચાર પહેલા નિખિલ કામથનું નામ પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર સાથે જોડાયું હતું. તેમજ નિખિલ પહેલા રિયાનું નામ સોહેલ ખાનની પૂર્વ પત્ની સીમા સજદેહના ભાઈ બંટી સજદેહ સાથે જોડાયું હતું. સુશાંતના કેસમાં બંટીએ રિયાને પૂરો સાથે આપ્યો હતો. પરંતુ રિયાએ ક્યારેય બંટી સાથેના સંબંધોને સ્વીકાર્યા નથી.