માનુષીના એક્સ બોયફ્રેન્ડ સાથે હવે રિયા ચક્રવર્તીનું ડેટિંગ

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
માનુષીના એક્સ બોયફ્રેન્ડ સાથે હવે રિયા ચક્રવર્તીનું ડેટિંગ 1 - image


- નીખીલ કામથ સ્ટોક બ્રોકિંગ કંપનીનો માલિક

- નીખીલે માનુષીને અનફોલો કર્યા બાદ રિયાને ફોલો કરી, બંને સાથે પણ દેખાયાં

મુંબઇ :  સુશાંતસિંહ રાજપૂત કેસના કારણે ચર્ચામાં આવેલી એકટ્રેસ રિયા ચક્રવર્તી હવે એક સ્ટોક બ્રોકિંગ કંપનીના માલિક  નીખીલ કામથને ડેટ કરી રહી હોવાનું કહેવાય છે. નીખીલ નું ડેટિંગ અગાઉ હિરોઈન માનુષી છિલ્લર સાથે ચાલતું હોવાનું ચર્ચાતું હતું પરંતુ હવે તે રિયા સાથે જોવા મળે છે. 

નીખીલ  કામથે પહેલા માનુષી છિલ્લરને  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનફોલો કર્યું હતું. આ પછી તેણે રિયા ચક્રવર્તીને  પર ફોલો કરવાનું શરૂ કર્યું છે. આ બાબત લોકોના ધ્યાનમાં આવી છે. 

હવે નીખીલ અને રિયા સાથે સાથે પણ દેખાવાં લાગ્યાં છે. બંને એક કારમાં સાથે જતાં હોવાનો વીડિયો વાયરલ થયો હતો. 

ઉલ્લેખનીય છે કે,નીખીલ  અને માનુષીએ ૨૦૨૧માંડેટિંગ કરવાનું શરૂ કર્યુ હતું.જોકે તેમણે તેમના સંબંધોને ખાનગી  રાખ્યા હતા. જોકે તેમણે બે-ત્રણ વખત સાથે મુસાફરી કરી હતી. બંને  ઋષિકેશમાં સાથે જોવા મળ્યા હતા. તેમજ દોહા ,કતારના સ્ટેડિયમમાં પણ તેઓ ગયા વરસે ફીફા વર્લ્ડ કપ  વખતે સાથે જોવા મળ્યા હતા. 

નીખીલ કામથના અગાઉ છૂટાછેડા થઈ ચૂક્યા છે. 

રિયા ચક્રવર્તીનું નામ એકથી વધુ પ્રેમીઓ સાથે સંકળાઈ ચૂક્યું છે. જોકે, સુશાંત સિંહ રાજપૂતનાં મોત વખતે તે અને રિયા લિવ ઈનમાં રહેતાં હોવાનું કહેવાતું હતું. આ કેસમાં રિયા સામે પણ આંગળી ચીંધાઈ હતી અને તેની ધરપકડ પણ થઈ હતી. જોકે, બાદમાં તેનો જામીન પર છૂટકારો થયો હતો. 


Google NewsGoogle News