Get The App

રિયા ચક્રવર્તીનું ઝીરોધાના ફાઉન્ડર નિખિલ કામથ સાથે ડેટિંગ

Updated: Aug 18th, 2024


Google News
Google News
રિયા ચક્રવર્તીનું ઝીરોધાના  ફાઉન્ડર નિખિલ કામથ સાથે ડેટિંગ 1 - image


- બંનેની બાઈક સવારી વાયરલ થઈ

- ૯૦૦૦ કરોડની નેટવર્થ ધરાવતા ડાઈવોર્ર્સી નિખિલનું માનુષી છિલ્લર સાથે બ્રેક અપ થયું 

મુંબઈ: સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની તત્કાલીન ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી હવે ઝીરોધાના ફાઉન્ડર અને અબજોપતિ નિખિલ કામથને ડેટ કરી રહી હોવાનું કહેવાય છે. તાજેતરમાં બંને બાઈક સવારી પર નીકળ્યાં હતાં. તેનો વીડિયો વાયરલ થયો છે. 

મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં નિખિલે બાઈક દોડાવી હતી. રિયા ક્રોપ ટોપ, ડેનિમ જીન્સ અને ડેનિમ જેકેટમાં સજ્જ થઈ બાઈકની પાછળની સીટ પર બેઠી હતી.  બંનેએ પોતાની ઓળખ પ્રગટ ન થાય તે માટે બ્લેક માસ્ક પહેરી રાખ્યા હતા. જોકે, આમ છતાં પણ પાપારાઝી ફોટોગ્રાફર્સ તેમને ઓળખી ગયા હતા. 

જોકે, આ યુગલે તેમનો વીડિયો ઉતારતા પાપારાઝી તસવીરકારોને અટકાવ્યા ન હતા કે કોઈ રિએક્શન પણ આપ્યું ન હતું. તેમની રિલેશનશિપની ચર્ચા વિશે પણ તેમણે હજુ સુધી કોઈ હરફ ઉચ્ચાર્યો નથી. આ અગાઉ પણ કેટલીક પાર્ટીઓમાં રિયા અને નિખિલ સાથે દેખાઈ ચૂક્યાં છે. ૯૦૦૦ કરોડની નેટવર્થ ધરાવતા નિખિલ કામથના અગાઉ છૂટાછેડા થઈ ચૂક્યા છે. 

નિખિલ કામથનું ડેટિંગ અગાઉ મિસ વર્લ્ડ અને એકટ્રેસ માનુષી છિલ્લર સાથે ચાલતું હતું. જોકે, તેમનો સંબંધ બહુ ટૂંકા સમય માટે જ રહ્યો હતો. હાલ માનુષી છિલ્લર જાહ્વવી કપૂરના બોયફ્રેન્ડ શિખર પહાડિયાના ભાઈ વીર પહાડિયા સાથે ડેટિંગ કરતી હોવાનું કહેવાય છે.

Tags :
Rhea-ChakrabortydatingZerodha-founder-Nikhil-Kamath

Google News
Google News