22 વર્ષે ઘટસ્ફોટ : બાગબાનના કેટલાક અંશ સલીમ જાવેદે લખ્યા હતા
- જાવેદ અખ્તરે ક્રેડિટ લેવાની ના પાડી હતી
- અમિતાભની વધુ એક સફળ ફિલ્મ પાછળ સલીમ જાવેદની જોડીની કમાલ હતી
મુંબઇ : અમિતાભ બચ્ચન, હેમા માલિની તથા સલમાન ખાન સહિતના કલાકારોની ફિલ્મ 'બાગબાન'ના કેટલાક અંશો સલીમ જાવેદે લખ્યા હોવાનો હવે ઘટસ્ફોટ થયો છે. આ ફિલ્મમાં સલમાનના સંવાદો તેના પિતા સલીમ ખાને લખ્યા હતા જ્યારે ક્લાઈમેક્સની અમિતાભની સ્પીચ જાવેદ અખ્તરે લખી હતી.
ફિલ્મના સર્જક રવિ ચોપરાનાં પત્ની રેણુ ચોપરાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં આ ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જાવેદ અખ્તરે આ ફિલ્મ માટે પોતાને કોઈ પણ પ્રકારે ક્રેડિટ ન અપાયે તેવો આગ્રહ સેવ્યો હતો. પરંતુ, હવે આટલાં વર્ષે આ વાત જાહેર કરવામાં કોઈ વાંધો નથી.
'બાગબાન' અમિતાભની કારકિર્દીની એક મહત્વની ફિલ્મ બની હતી. તે સમયે અમિતાભની ઘણી ખરી ફિલ્મો ફલોપ જઈ રહી હતી ત્યારે આ ફિલ્મ તેના માટે મદદરુપ બની હતી.
સલીમ જાવેદે ભૂતકાળમા ંપણ અમિતાભની કારકિર્દીને ઊંચાઈ આપવામાં ભાગ ભજવ્યો હતો અને આ જોડી છૂટી પડી ગયાના વર્ષો બાદ પણ તેમણે કોઈ સહેતુક કોલબરેશન વિના આ કામ કર્યું હતું તે સ્પષ્ટ થયું છે.