Get The App

સ્વ. કિશોર કુમારની બાયોપિકની જવાબદારી પુત્ર અમિત કુમારે લીધી

Updated: Aug 12th, 2021


Google NewsGoogle News
સ્વ. કિશોર કુમારની બાયોપિકની જવાબદારી પુત્ર અમિત કુમારે લીધી 1 - image


- આ પહેલા અનુરાગ બાસુ અને સુજિત સિરકાર  આ ફિલ્મ બનાવશે તેવી વાત હતી

મુંબઇ : સ્વ. કિશોર કુમારની જિંદગી પર આધારિત ફિલ્મ બનાવાનીચર્ચા લાંબા સમયથી થઇ રહી છે. અનુરાગ બાસુ અને સુજીત સિરકાર જેવા દિગ્ગજ દિગ્દર્શકોએ કિશોર કુમારની જિંદગીને રૂપેરી પડદે ઉતારવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તેમ કરી સખ્યા નહીં. અનુરાગે તો આ ફિલ્મમાં કિશોર કુમારના રોલ માટે રણબીર કપૂરની પસંદગી પણ કરી રાખી હતી પરંતુ પછીથી સંજોગોવશાત આમ થઇ શક્યું નહોતું. અનુરાગ બાસુ અને રણબીર કપૂર પોતપોતાના કામમાં વ્યસ્ત થઇ ગયા હતા અને ફિલ્મ આગળ વધી નહોતી. 

હવે આ ફિલ્મને લઇને નવા સમાચાર એ છે કે, સ્વ. કિશોર કુમારના પુત્ર અને ગાયક અમિત કુમારે હવે પિતાની બાયોપિકની જવાબદારી લીધી છે. તેમણે સોશિયલ મીડિયાના એક પોર્ટલ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, મારા પિતાની બાયોપિક મારા કરતાં વધુ કોણ સારી રીતે બનાવી શકશે ?

અમિત કુમારે કહ્યું હતું કે, હું હંમેશાથી બાબુજીની જિંદગી પર ફિલ્મ બનાવા ઇચ્છતો હતો. અમારા પરિવાર કરતા તેમને સારી રીતે બીજું કોણ સમજી શકે ? અમે જલદી જ એ લોકોના ઇન્ટરવ્યુ લેવાનું શરૂ કરશું જેઓ બાબુજીને નજીકથી સારી રીતે ઓળખતા હતા. મને લાગે છ ેકે અમને આ તૈયારી કરતા એક વરસ લાગશે આ પછી જ અમે ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી શકશું. અમે તેમની જિંદગી સાથે જોડાયેલી દરેક પળ તેમની બાયોપિકમાં સમાવવા ઇચ્છીએ છીએ. 

સ્વ. કિશોર કુમારની બાયોપિકની ચર્ચા શરૂ થઇ હતી ્યારે રણબીર કપૂરનું નામ તેમના રોલ માટે સાંભળવામાં આવ્યું હતું. પરંતુ કાયદાસર પ્રકિયાની કારણે આ ફિલ્મ અટકી પડી હતી. અનુરાગને કિશોર કુમારના રોલ માટે રણબીર કપૂર યોગ્ય લાગ્યો હતો. જોકે અમિત કુમાર ક્યા અભિનેતાને પિતાનું પાત્ર ભજવવા લેશે તે અંગે તેમણે કોઇ સ્પષ્ટતા કરી નથી.


Google NewsGoogle News