અભિનેત્રી રેખા કરતા પણ સુંદર દેખાય છે તેમની બહેન રાધા, જુઓ તસવીર
મુંબઈ, તા. 19 જુલાઈ 2022 મંગળવાર
રેખા બોલીવુડની સૌથી ચર્ચિત અભિનેત્રી રહ્યા છે. અભિનેત્રી હોવાની સાથે સાથે તેઓ રાજ્યસભા સાંસદ પણ રહી ચૂક્યા છે. રેખા બોલીવુડમાં પોતાના કામને લઈને ચર્ચામાં રહ્યા બીજી તરફ તેમની પર્સનલ લાઈફ પણ ખૂબ ચર્ચામાં રહી.
તેમના માતા-પિતા સાઉથ ફિલ્મોના જાણીતા એક્ટર હતા પરંતુ તેમનુ જીવન ખૂબ વિવાદાસ્પદ રહ્યુ. પોતાના માતા પિતાના ખરાબ સંબંધોની અસર ક્યાંકને ક્યાંક તેમના બાળપણ અને તેમની લાઈફ પર પણ જોવા મળી. રેખાની માતા પુષ્પાવલ્લીએ બે દિકરીઓને જન્મ આપ્યો હતો રેખા અને રાધા.
રિપોર્ટ્સ અનુસાર રેખાની બહેન રાધાએ પોતાના સમયમાં સાઉથની અમુક ફિલ્મોમાં કામ કર્યુ હતુ. તેમણે તે સમયે કેટલીય મોટી મેગેઝીન માટે મોડલિંગ કર્યુ અને અમુક તમિલ ફિલ્મોમાં પણ જોવા મળી. જોકે તેમને ફિલ્મો કરતા મોડલિંગમાં વધુ રસ હતો. તે સમયે તેમનો ફોટો જોઈને ફિલ્મ મેકર રાજકપૂરે તેમને ફિલ્મ બોબી ની ઓફર આપી હતી પરંતુ રાધાએ ના પાડી દીધી હતી.
રાધા પોતાના પરિવાર અને બહેનોને મળવા માટે ઘણીવાર ભારત આવે છે. અમુક વર્ષ પહેલા રાધા રેખા સાથે અરમાન જૈનના વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા ત્યારે ચર્ચામાં આવ્યા હતા. બંને બહેનોએ ફોટો માટે સાથે પોઝ આપ્યો હતો. તેમના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.