અભિષેક સાથે અફેરની અફવા અંગે નિમ્રતે કહ્યું, ગામના મોઢે તાળું ન દેવાય
- હું ઈનકાર કરીશ તો પણ ગોસિપ કરનારા નહિ અટકે
- અભિષેક કે ઐશ્વર્યા હજુ સુધી આ અફવાઓ અંગે મૌન જ રહ્યાં છે
મુંબઈ : અભિષેક બચ્ચન અને નિમ્રત કૌર વચ્ચે અફેર ચાલે છે અને તેના કારણે જ ઐશ્વર્યા અને અભિષેક છૂટાં પડી રહ્યાં છે તેવી અફવાઓ લાંબા સમયથી ચર્ચાય છે. જોકે, નિમ્રત કૌરે આ અફવાઓનો સીધેસીધો જવાબ આપવાને બદલે એવો પ્રત્યાઘાત આપ્યો છે કે આ પ્રકારની ગોસિપને અટકાવવાનું શક્ય નથી. નિમ્રતે એવું કહ્યું હતું કે આ અફવાઓ વિશે હું ગમે તે કરી છૂટું પરંતુ તો પણ લોકો તો પોતે જે ેઈચ્છે છે તે બોલવાના જ છે. આ પ્રકારની ગોસિપને અટકાવવાનું કોઈના હાથમાં નથી. તેના કરતાં બહેતર છે કે હું મારાં કામ પર જ ફોક્સ કરું. એવી ચર્ચા છે કે 'દસવી' ફિલ્મનાં શૂટિંગ દરમિયાન અભિષેક અને નિમ્રત વચ્ચે અફેર શરુ થયું હતું. ઐશ્વર્યાને આ અફેરની જાણ થઈ ગઈ હતી અને ત્યારથી તે અભિષેકથી અલગ રહેવા લાગી છે. બહુ લાંબા સમયથી ઐશ્વર્યા અને અભિષેક ક્યાંય સાથે આવતાં જતાં હોય તેવી કોઈ તસવીરો સામે આવી નથી.
જોકે, ઐશ્વર્યા અને અભિષેકે આ અફવાઓ વિશે કોઈ ખુલાસો પણ કર્યો નથી.
આ ચર્ચા બાદ જોકે, નિમ્રત કૌર રાતોરાત લાઈમલાઈટમાં આવી ગઈ છે.
લોકો તેના અને અભિષેકના જૂના ફોટા તથા મેરેજ અને પ્રેમ સંબંધો વિશેના તેમનાં ક્વોટ્સ વાયરલ કરી રહ્યા છે. કેટલાય લોકો નિમ્રત તથા ઐશ્વર્યાનાં સૌંદર્યને સરખાવતી તસવીરો સાથે સાથે મૂકીને અભિષેકની ઝાટકણી પણ કાઢી રહ્યા છે.