Get The App

અલ્લુ અર્જુનના સમર્થનમાં આવ્યા બોલિવુડ-સાઉથના સ્ટાર્સ, નાના પાટેકરે કહ્યું- ગુનો હોય તો ધરપકડ કરો

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
અલ્લુ અર્જુનના સમર્થનમાં આવ્યા બોલિવુડ-સાઉથના સ્ટાર્સ, નાના પાટેકરે કહ્યું- ગુનો હોય તો ધરપકડ કરો 1 - image

Allu Arjun News : દેશભરના અનેક થિયેટરોમાં ફિલ્મ ‘પુષ્પા-2’ ધૂમ મચાવી રહી છે, તો બીજીતરફ ફિલ્મના એક્ટર અલ્લુ અર્જુન ધરપકડ મામલે હૈદરાબાદમાં મોટો ડ્રામા જોવા મળ્યો છે. વાત જાણે એમ છે કે, હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મની સ્ક્રીનિંગ વખતે નાસભાગ મચી હતી, જેમાં એક મહિનાનું મોત એક બાળક ઈજાગ્રસ્ત થયો હતો. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ અલ્લુ અર્જુન ધરપકડ થઈ અને પછી રાજકારણથી લઈને સોશિયલ મીડિયા યુઝ્સોમાં ખળભળાટ મચ્યો. પોલીસે સવારે અલ્લુ અર્જુનની તેના બેડરૂમમાંથી લઈ ગઈ હતી અને પછી હૈદરાબાદ કોર્ટમાં હાજર કર્યો હતો. જ્યાં ન્યાયાધીશે તેને 14 દિવસમાં જ્યુડિશયલ રિમાન્ડ પર મોકલ્યો અને તેના એક કલાક બાદ અલ્લુને તુરંત વચગાળાના જામીન મળી ગયા હતા. આ ઘટનાએ દેશ સહિત વિશ્વભરમાં ખળભળાટ મચાવ્યા બાદ અનેક નેતાઓ, બોલિવૂડ હસ્તીઓની પ્રતિક્રિયા સામે આવી છે. પુષ્પા-2ની એક્ટર્સ રશ્મિકા મંદાના, બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌત, અભિનેતા વરૂણ ધવન, નાના પાટેકરે અલ્લુની ધરપદડ મુદ્દે પ્રતિક્રિયા આપી છે.

તમામ દોષ એક વ્યક્તિ પર નાખવામાં આવ્યો : રશ્મિકા મંદાના

ફિલ્મ ‘પુષ્પા’ સિરીઝથી દેશભરમાં છવાયેલી રશ્મિકા મંદાના (Rashmika Mandanna)એ અલ્લુ અર્જુનની ધરપકડથી આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેણે લખ્યું છે કે, ‘અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હોવાનો મને વિશ્વાસ થતો નથી. આ હું શું જોઈ રહી છું. જે ઘટના બની, તે દુઃખદ હતી. જોકે તમામ દોષ એક વ્યક્તિ પર નાખવામાં આવે છે, તે જોવું પણ દુઃખદ છે. અલ્લુ સાથે જે થયું તે સ્થિતિ આશ્ચર્યજનક અને દુઃખદ છે.

દરેક બાબતમાં કલાકાર કેવી રીતે જવાબદાર હોઈ શકે : વરૂણ ધવન

બોલિવૂડ અભનેતા વરૂણ ધવને (Varun Dhawan) પણ અલ્લુ અર્જૂનની ધરપકડ અંગે પ્રતિક્રિયા આપી છે. તે ફિલ્મ ‘બેબી જોન’ના પ્રમોશન માટે જયપુર ગયો હતો. જ્યાં તેણે અલ્લુનું સમર્થન કરી કહ્યું કે, ‘દરેક બાબતમાં કલાકાર કેવી રીતે જવાબદાર હોઈ શકે. સુરક્ષાના અનેક પ્રોટોકોલ હોય છે. એક એક્ટર જ કેવી રીતે જવાબદાર હોઈ શકે.’ વરૂણે મહિલા મોત પ્રત્યે નિરાશા વ્યક્ત કર્યું છે અને તેના ઈજાગ્રસ્ત પુત્ર અંગે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. જોકે તેનું માનવું છે કે, ‘આ સમગ્ર ઘટનાક્રમમાં માત્ર એક વ્યક્તિને જવાહદાર ઠેરવો, તે યોગ્ય નથી.’

અલ્લુ સાથે જે થયું, તે ન થવું જોઈએ : કંગના રનૌત

બોલિવૂડની અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતે (Kangana Ranaut) પણ અલ્લુના સમર્થનમાં ઉતરી આવી છે. તેણે કહ્યું કે, ‘હું અલ્લુ અર્જુનની સાથે છું. જે થયું તે નહોતું થવું જોઈતું. જો કોઈ સુપરસ્ટાર હોય કે હાઈપ્રોફાઈલ કેસ હોય તો આવું કરવું ખોટું છે. પરંતુ થિયેટરમાં પ્રોટોકોલ હોવા જોઈએ. જ્યાં સુરક્ષાની તમામ વ્યવસ્થા હોવી જોઈએ.’

આ પણ વાંચો : અભિનેતા અલ્લુ અર્જુનને રાહત, હાઇકોર્ટે 50 હજારની જમાનત પર આપ્યા 4 સપ્તાહના વચગાળાના જામીન

નાના પાટેકરે અલ્લુની ધરપકડને યોગ્ય ઠેરવી

મોટાભાગના તમામ નેતાઓ, સુપરસ્ટાર, બોલિવૂડ સ્ટાર્સે અલ્લુ અર્જુનના સમર્થનમાં વાત કરી છે, જોકે અભિનેતા નાના પાટેકરે (Nana Patekar) અલ્લુ અર્જુનની ધરપકડને યોગ્ય ઠેરવી છે. તેમણે કહ્યું કે, ‘જો મારા કારણે કોઈ ઘટના બને અને કોઈનું મોત થાય તો મારી ધરપકડ થવી જોઈએ. જો મારી ભૂલ ન હોય તો મારી ધરપકડ ન થવી જોઈએ.’

આ પણ વાંચો : ‘ભોલે બાબા’ બચ્યા, અલ્લુ અર્જુન ફસાયા ! હાથરસમાં 121 લોકોના મોત છતાં વાળ વાંકો ન થયો

અલ્લુ અર્જુનને કોર્ટે આપી રાહત

ધરપકડ બાદ અલ્લુ અર્જુનને કેસની સુનાવણી માટે લોઅર કોર્ટમાં લવાયો હતો. કોર્ટે અભિનેતાને 14 દિવસના રિમાન્ડ પર મોકલ્યો હતો. ત્યારબાદ આ કેસ હાઈકોર્ટે પહોંચ્યા, જ્યાં સુનાવણી હાથ ધરાયા બાદ તેને વચગાળાના જામીન અપાયા છે. 

અલ્લુ અર્જુનના સમર્થનમાં આવ્યા બોલિવુડ-સાઉથના સ્ટાર્સ, નાના પાટેકરે કહ્યું- ગુનો હોય તો ધરપકડ કરો 2 - image

અલ્લુ અર્જુન પર કરાયો હતો કેસ

વાસ્તવમાં ચોથી ડિસેમ્બરના રોજ હૈદરાબાદની સંધ્યા થિયેટરમાં ફિલ્મ ‘પુષ્પા-2 ધ રૂલ’ (Pushpa 2 The Rule)ની સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાઈ હતી. રિપોર્ટ મુજબ અલ્લુ અર્જુન અહીં ફિલ્મ જોવા આવ્યો હતો. અલ્લુને જોવા ત્યાં અનેક ચાહકો આવ્યા હતા. આ દરમિયાન ભીડ બેકાબુ થઈ ગઈ અને પોલીસે લાઠી ચાર્જ કરવો પડ્યો હતો. ભારે ભીડ થયા બાદ અલ્લુ ચાહકોને મળવા પહોંચ્યો અને ત્યાં અચાનક નાસભાગ મચી ગઈ, જેમાં 35 વર્ષિય રેવતી નામની મહિલાનું મોત થયું અને તેના બાળકને ઈજા થઈ હતી.

આ ઘટના બાદ મૃતક મહિલાના પરિવારે એક્ટર અલ્લુ અર્જુન, તેમની સુરક્ષા ટીમ અને થિયેટર સંચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હૈદરાબાદની ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાયિક સંહિતા (BNC)ની કલમ 105 અને 118(1) હેઠળ કેસ દાખલ કરાયો હતો. અલ્લુ અને તેની ટીમે મહિલાના મોત મામલે દુઃખ વ્યક્ત પણ કર્યું હતું. અલ્લુએ મૃતકના પરિવારને મળવાની અને તેમને 25 લાખ રૂપિયાની મદદ કરવાની ખાતરી આપી હતી.

આ પણ વાંચો : અલ્લુ અર્જુન કેસ: મૃતક મહિલાનો પતિ કેસ પાછો ખેંચવા તૈયાર, કહ્યું- તેમનો વાંક નથી


Google NewsGoogle News