રવિના ટંડનની દીકરી રાશા ડેબ્યૂ ફિલ્મના ટ્રેલરમાં લગભગ ગાયબ
- ટ્રેલર જોઈ રાશાના ચાહકો નિરાશ
- અજય દેવગણે આઝાદના ટ્રેલરમાં ભાણેજ અમનને જ વધારે ફૂટેજ આપ્યું
મુંબઇ : અજય દેવગણના ભાણેજ અમન તથા રવિના ટંડનની દીકરી રાશા થડાનીની ડેબ્યૂ ફિલ્મ 'આઝાદ'નું ટ્રેલર રીલિઝ થયું છે પરંતુ તેમાં રાશાને તદ્દન નહિવત્ત ફૂટેજ મળતાં રાશાના ચાહકો ભારે નિરાશ થયા છે.
પોણા ત્રણ મિનિટના ટ્રેલરમાં રાશાને ફાળે ભાગ્યે જ કોઈ ડાયલોગ આવ્યા છે અને તેની માંડ એકાદી ઝલક અપાઈ છે.
રાશાના ચાહકોને લાગ્યું છે કે અજય દેવગણે પોતાના ભાણેજ અમનને વધારે ફૂટેજ આપ્યું છે.
રાશા સોશિયલ મીડિયા પર બહુ સક્રિય છે. તેના ચાહકોની સંખ્યા પણ બહુ મોટી છે. રાશા અવારનવાર પોતાના ફોટા તથા વીડિયો પોસ્ટ કરતી હોય છે. સાથે સાથે રવિના પણ દીકરી સાથે પોતાના ફોટા પોસ્ટ કરતી હોય છે.
રાશાના ચાહકોને તેની પહેલી ફિલ્મની બહુ ઈંતઝારી છે પરંતુ ફિલ્મના ટ્રેલરથી તેઓ નાખુશ થયા છે.